Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝરાજકોટશહેર

Patan: પાટણ જિલ્લા સેવા સદન ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત કાર્ય શિબિરનું આયોજન કરાયું

Patan: પાટણ જિલ્લા સેવા સદન ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત કાર્ય શિબિરનું આયોજન કરાયું: નિવૃત કલેક્ટરશ્રી જે.જી.હિંગરાજીયાના અધ્યક્ષ સ્થાને આયોજિત વર્કશોપમાં વિવિધ વિભાગો દ્વારા સુશાસનની બેસ્ટ પ્રેક્ટીસ અંતર્ગત થયેલ કાર્યોનું પ્રેઝન્ટેશન કરાયું.


રાજ્ય સરકારશ્રી દ્વારા તા.19.12.2022 થી તા.25.12.2022 દરમિયાન સુશાસન સપ્તાહ(GOOD GOVERNENCE) પ્રશાસન ગાંવ કી ઓર અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આજરોજ જિલ્લા સેવા સદન ખાતે માન.નિવૃત

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

કલેક્ટરશ્રી જે.જી.હિંગરાજીયાના અધ્યક્ષ સ્થાને કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્ય શિબિરમાં જિલ્લા ખેતીવાડી કચેરી,જિલ્લા પંચાયત પાટણ, ઔધોગિક તાલીમ સંસ્થા-પાટણ, જિલ્લા આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત-પાટણની સુશાસનની બેસ્ટ પ્રેક્ટીસ પહેલનું પીપીટી પ્રેઝન્ટેશન સંલગ્ન અધિકારીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતુ.

Read more:- “સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર” અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા ક્લેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરીય કાર્યશાળા યોજાઈ

આજરોજ પાટણ જિલ્લા સેવા સદનના નવા કોન્ફરન્સ હોલ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં માન.નિવૃત કલેક્ટરશ્રી જે.જી.હિંગરાજીયા તેમજ કલેક્ટરશ્રી સુપ્રિતસીંઘ ગુલાટી અને નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રોની ઉપસ્થિતી વચ્ચે જિલ્લા ખેતીવાડી કચેરી,જિલ્લા પંચાયત પાટણ, ઔધોગિક તાલીમ સંસ્થા-પાટણ, જિલ્લા આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત-પાટણની સુશાસનની બેસ્ટ પ્રેક્ટીસ પહેલનું પીપીટી પ્રેઝન્ટેશન સંલગ્ન અધિકારીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતુ. પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ વિભાગ દ્વારા સુશાસન અંતર્ગત થયેલ કામગીરીનો અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

જિલ્લા ખેતીવાડી વિભાગની વાત કરીએ તો ખેતીવાડી વિભાગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ થયેલ કામગીરી, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, કિસાન પરિવહન યોજના, સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાની યોજના,આઈ ખેડૂત પોર્ટલ થકી મળતી સહાય, સોઈલ હેલ્થ કાર્ડ યોજના,FPO, વગેરે જેવી અન્ય યોજના અંતર્ગત થયેલ કામગીરીનો વિસ્તૃત અહેવાલ પહેલ-1 અંતર્ગત રજુ કરવામાં આવ્યો હતો.

શ્રમ કૌશલ્ય વિભાગ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્યની નિયામકશ્રી રોજગાર અને તાલીમ સંસ્થા પાટણ દ્વારા થયેલ કામગીરીનો અહેવાલ પણ પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. પીપીટી પ્રેઝન્ટેશનમાં જિલ્લાની ઔધોગિક તાલીમ સંસ્થાની માહિતી આપવામાં આવી હતી. જેમાં પાટણ જિલ્લામાં કાર્યરત કુલ 10 સરકારી, 02 ગ્રાન્ટ-ઈન-એઈડ, 02 ટેક્નિકલ હાઈસ્કુલ તેમજ 07 સ્વનિર્ભર આઈ.ટી.આઈ અંતર્ગત શું કાર્યો કરવામાં આવ્યા તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. બેંકેબલ યોજના, મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના, ડિસ્ટ્રીક્ટ સ્કિલ ડેવલપમેન્ટ પ્લાન-2022, વાસ્મો યોજના, કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સીટી વગેરેની વિસ્તૃત માહિતી પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગ પાટણ દ્વારા સ્પંદન પ્રોજેક્ટ અંતર્ગત થયેલ કામગીરીનુ વિસ્તૃત વર્ણન પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતુ. સ્પંદન એટલે કે, સ્ક્રીનીંગ ઓફ પોષણ એન્ડ એનેમીયા અંતર્ગત પોષણ, એનેમિયા, માસિક સ્ત્રાવની સ્વચ્છતા-વ્યવસ્થાપન, કૌશલ્ય વિકાસની સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં 59 મહિનાના બાળકો માટે નવા જન્મેલા, તેમજ 10-19 વર્ષની શાળાએ ન જતી કિશોરવયની છોકરીઓ માટે સ્ક્રીનીંગના માપદંડ કરવામાં આવ્યું છે. 0 થી 59 મહિના સુધીના બાળકો તેમજ 10-19 વર્ષની શાળાએ ન જતી કિશોરવયી છોકરીઓનો બેઝલાઈન ડેટા પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ રીતે સ્પંદન પ્રોજેક્ટ અંતર્ગત થયેલ કામગીરીનો વિસ્તૃત અહેવાલ પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. માન.નિવૃત કલેક્ટરશ્રી જે.જી.હિંગરાજીયા દ્વારા અધિકારીશ્રીઓને કામગીરી અંગે જરુરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા.

આજરોજ સુશાસન સપ્તાહ(GOOD GOVERNENCE) પ્રશાસન ગાંવ કી ઓર અભિયાનની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્ય શિબિરમાં માન.નિવૃત કલેક્ટરશ્રી જે.જી.હિંગરાજીયા, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસીંઘ ગુલાટી, નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપસીંહ રાઠોડ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા….!

Related posts

કચ્છ : કચ્છ અંજાર પોલીસની નું પોલ ખોલી નાખતી ગાંધીનગર પોલીસ દારૂ કન્ટેનર પકડીને દબોચી લેતા અંજાર પોલીસની આબરૂ ધૂળધાણી

cradmin

જુનાગઢ ઉમંગ ઓફસેટ સીટી પોઇન્ટ કોમ્પલેક્ષ પાસેથી ચોરી થયેલ એક્ટીવા સાથે ચોર ઇસમને ગણતરીના કલાકો પકડી પાડતી જુનાગઢ બી.ડીવીઝન પોલીસ

samaysandeshnews

સાવલીમાં અરબી ઉર્દુ કુરાન શરીફ ની તિલાવત પ્રાપ્ત કરનાર 2 હાફિઝ ને પદવી એનાયત કરવામાં આવી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!