Rajkot:” વિશ્વ માંગલ્ય સભા દ્વારા માતૃ સંમેલન ” યોજવા માં આવ્યું: વિશ્વ માંગલ્ય સભા મહિલાઓનું સંગઠન છે. આ સંસ્થાનું કેન્દ્ર નાગપુર છે. આ એક સ્વતંત્ર સંગઠન છે જે RSS ની વિચાર ધારાથી કાર્ય કરે છે સમગ્ર ભારત વર્ષમાં તે કાર્યરત છે જેમાં પૂર્ણ કાલીન પ્રચારિકાઓ 15, દાયિત્વધારી કાર્યકર્તાઓ 1530 અને 50,000 સદસ્યો છે. હાલ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ તે આ અધ્યાત્મ જ્યોત પ્રજ્વલિત કરી રહી છે.
વિશ્વ માંગલ્ય સભા રાજકોટ મહાનગરમાં તારીખ 22 ડિસેમ્બર 2022 ના રોજ શ્રી કણસાગરા કોલેજના ‘બાપુજી હૉલ’ ખાતે શહેરની મહિલાઓ માટે પ્રથમ “માતૃ સંમેલન”નું આયોજન થયું હતું. જેમાં ગુજરાત, રાજસ્થાન અને દિલ્લી ક્ષેત્ર સંગઠન મંત્રી તથા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
અખિલ ભારતીય પ્રશિક્ષણ પ્રમુખ ઉપસ્થિત રહી સભાને સંબોધન કર્યું હતું. તેઓએ પોતાના પ્રેરણાદાયી વ્યક્તવ્યમાં જણાવ્યુ કે ભારત એક તેજસ્વી દેશ છે, જે અમર છે. ભારતનું મૂળ ઉપરની તરફ છે અને લાખો પેઢીઓ પછી પણ આપણે છીએ. જીવવાની સંસ્કૃતિ છે કે જ્યાં ભારતીય સંસ્કૃતિ લાખો વર્ષોથી અસ્તિત્વમાં છે. ભારત પર 1700 જેટલા આક્રમણો થયા છે તે છ્તાં તે અડગ
ટકી રહી છે તેનું એક માત્ર કારણ છે પરિવાર / કુટુંબ વ્યવસ્થા. આ કુટુંબ વ્યવસ્થાના પાયામાં માતા- સ્ત્રી છે જેના કારણે સંસ્કારનો વારસો આગળની પેઢીને મળતો રહે છે. વિશ્વ માંગલ્ય સભાની એક સંકલ્પના છે કે એક એવી માતા હોવી જોઈએ કે જે દેશ, સંસ્કૃતિ , ઇતિહાસ અને પોતાના કુટુંબના કુળ- કુલાચાર, પરંપરાને જાણે છે. જે આવનારા હજારો વર્ષોનો અંદાજ આપી શકે તેવી માતા દરેક ઘરમાં હોવી જોઈએ. આ કાર્ય વિશ્વ માંગલ્ય સભા કરે છે. આ દેશ એ છે જ્યાં માત્ર 8 વર્ષના દીકરો સમર્થ રામદાસ સ્વામી કે જે શિવાજીના ગુરુ હતા તે વિશ્વની ચિંતા કરે છે, બધા કઈ રીતે બધા સુખી થશે. આપણાં દેશના મઠ- મંદિર કઈ રીતે ટકશે.. એ જ રીતે શિવાજી હોય કે રાની લક્ષ્મીબાઈ, રાણી દુર્ગાવતી હોય એવા બધા જ ના માતા પિતાની ભૂમિકા કેવી રહી હશે ? તેઓએ જે સંસ્કારોનું સિંચન કર્યું તેવું જ હવે પણ સંતાનોમાં સંસ્કાર રેડવાની જવાબદારી આજની આધુનિક માતાની છે. જે માટે વિશ્વ માંગલ્ય સભાની સદાચાર સભાનું આયોજન કરવામાં આવતું હોય છે. સ્ત્રી એ લક્ષ્મી, દુર્ગા, સરસ્વતીનું સ્વરૂપ છે તેનું સ્વમાન ખુદ સ્ત્રી પોતાના પહેરવેશ અને વિચારો પરથી પોતાનું વ્યક્તિત્વ ખીલવીને જાળવી શકે. મહિલાઓ સ્વાવલંબી ચોક્કસ બને, પ્રગતિ પણ કરે પરંતુ સાથે સાથે પોતાના સંતાનોને ભારતીય સંસ્કૃતિ , કુટુંબ કુળથી માહિતગાર કરે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સુ.શ્રી પન્નાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા તેઓએ સંસ્થાને શુભેચ્છા આપતાં કહ્યું કે આપણાં દેશની નારી શક્તિ એટ્લે સીતા થી લઈને સુનિતા વિલિયમ્સ છે. તેઓની ક્ષમતા અમાપ છે. જો આપણે શિવાજી અને સ્વામી વિવેકાનંદ જેવા વીર મહા પુરુષો ઘડવા હોય તો જીજાબાઈ અને ભુવનેશ્વરી દેવી જેવી સશકત માતાઓ જોઈશે. આજ ના બધા સંતાનોના આઇક્યુ ખૂબ ઊંચો છે, તેઓની બુધ્ધિમતા આશ્ચર્યજનક છે પરંતુ તેને સાથે ઈમોશનલ અને સ્પિરિચ્યુયલ આંક પણ ઊંચો લાવવાની જરૂર છે જેથી તેઓ મનથી સબળા બની દરેક પ્રાતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરી જિંદગીને માણી શકે. સમાજ માટે અને કુટુંબ માટે આવા સંતાનો ખૂબ જરૂરી છે. તેઓએ પૂજાદીદીની વાતને સમર્થન આપતાં કહ્યું કે માતા તરીકે દરેક સ્ત્રીએ પોતાની ભૂમિકા સમજીને સંતાનોને સમજવા જરૂરી છે તેઓ પાસેથી અતિ અપેક્ષા ન રાખવી. નજરે ન ચડે તેવી માતા ની ભૂમિકા છે તે હોંશે હોંશે કરવી જરૂરી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં સ્ત્રીઓ પોતાની જાતને વધુ પ્રાધાન્ય આપે છે માટે ત્યાં કુટુંબ જીવન છીનભિન્ન હોય છે પરંતુ આપણી સંસ્કૃતિમાં સ્ત્રીઓ આજે પણ પોતાના કુટુંબને પ્રાધાન્ય આપી અદ્ભુત રીતે પોતાના સંતાનોનો ઉછેર કરે છે માટે સંસ્કૃતિ ટકી રહી છે. વિશ્વ માંગલ્ય સભા આ કાર્ય ખૂબ સારી રીતે કરી રહી છે ત્યારે તેમાં સૌએ જોડાઈને સમગ્ર સમાજને આ બાબતે જાગૃત કરવાનો છે.
આ કાર્યક્રમમાં અદ્ભુત યોગાસનોનું પ્રદર્શન કરતી કૃતિ રજૂ કરવામાં આવી ઉપરાંત એક યુનિવર્સિટીની છાત્રાઓ દ્વારા ભવાઈની રજૂઆત કરી ભારતીય સંસ્કૃતિ જાળવતા સૂર્ય પુજા, મહાદેવ પુજા તેમજ સ્ત્રીએ ચાંદલો, ચૂડી કે ભારતીય પોષાકનું મહત્વ સમજાવ્યું.
આ કાર્યક્રમમાં આશરે 225 બહેનો એ હાજરી આપી હતી સાથે મુ. નરેન્દ્રભાઈ દવે, સુ શ્રી કાંતાબેન કથીરિયા, વામા શ્રદ્ધાબેન રાવલ, હર્ષાબેન રાવલ, જશુમતીબેન વસાણી, આરતીબેન ઓઝા ઉપસ્થિત રહીને વિશ્વ માંગલ્ય સભાને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌએ રાત્રિ ભોજન સાથે માણ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજિકા ડો. ગીતાબેન રાઠોડ સાથે શ્રીમતી દિપ્તીબેન ટીપરે, પારૂલ બેન દેસાઈ, જ્યોતિબેન માંડલિયા, હિમબેન માંડલિયા, શીતલબેન જાની સાથે કણસાગરા કોલેજની એનએસએસની છાત્રાઓએ જહેમત ઉઠાવી હતી.