Samay Sandesh News
અન્યગુજરાતટેકનોલોજીટોપ ન્યૂઝશહેરસુરત

Tecnology: સુરત શહેરમાં મેટ્રો ટ્રેન માટે 200 કરોડનાં ખર્ચે ડેપો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું

Tecnology: સુરત શહેરમાં મેટ્રો ટ્રેન માટે 200 કરોડનાં ખર્ચે ડેપો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું: સુરત શહેરમાં મેટ્રોના બંને રૂટ પર સિવિલ વર્ક શરૂ થઈ ગયું છે. સુરતમાં સરથાણાથી ડ્રીમ સિટી અને સારોલીથી

ભેંસાણ એમ બે રૂટ પર મેટ્રો દોડશે. જેના માટે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સુરત મેટ્રોના બે ફેઝ છે, શહેરમાં બે મેટ્રો ડેપો બનાવવામાં આવશે. આમાંથી એક ડ્રીમ સિટીમાં બનાવવામાં આવશે, જેના માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.અને બીજો

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ડેપો ભેંસાણમાં બનાવવામાં આવશે, જેના માટે કુલ રૂ. રેલ વિકાસ નિગમ લિમિટેડને 198.93 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા એપ્રિલ મહિનામાં ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા અને અંતે ભેંસાણ ડેપોનો

Read more:-  પાટણ જીલ્લાના રાધનપુર અને મહેસાણા રોટરી ક્લબ દ્વારા કુત્રિમ પગ બેસાડવાનો કેમ્પ યોજાયો

કોન્ટ્રાક્ટ રેલ વિકાસ નિગમ લિમિટેડને આપવામાં આવ્યો છે. સુરત મેટ્રો ફેઝ-2ની 19.26 કિમી લાઇનનું મેન્ટેનન્સ ભેંસાણ ડેપોમાંથી કરવામાં આવશે. સારોલીથી ભેંસાણ રૂટ પર મેટ્રોને એલિવેટ કરવામાં આવશે, જેમાં કુલ 18 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનું ભેંસાણ ડેપોથી મોનિટરિંગ કરવામાં આવશે. ભેંસાણ ડેપોમાં મેટ્રો રેકની સફાઈ, લાઈન મેન્ટેનન્સ, ઈમરજન્સી ટ્રેન યુનિટ, વર્કશોપ, ક્લિનિંગ પ્લાન્ટ, ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ, કંટ્રોલ સેન્ટર જેવી તમામ સુવિધાઓ હશે. આ ડેપોનું નિર્માણ કાર્ય 20 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.ભેંસાણ ડેપોના એક માળે સંપૂર્ણ કંટ્રોલ સેન્ટર ઊભું કરવામાં આવશે. સુરત મેટ્રો માટે ATO (ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન) અને ATS (ઓટોમેટિક ટ્રેન સુપરવિઝન) સબસિસ્ટમ પણ ડેપો ખાતેના નિયંત્રણ કેન્દ્રમાં સમાવિષ્ટ કરવામાં આવશે જે ટ્રેક સાઈડ અને ટ્રેન વચ્ચે રેડિયો કમ્યુનિકેશનનો ઉપયોગ કરીને સંચાલિત કરવામાં આવશે. ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ સુરક્ષિત ટ્રેનના સંચાલન પર સતત નજર રાખશે. આ ઉપરાંત સુરત મેટ્રો માટે ડેપો પર ઈમરજન્સી લાઈન આપવામાં આવશે જ્યાંથી ઈમરજન્સી રેસ્ક્યુ વાહનને ઈમરજન્સીના સંજોગોમાં જરૂર પડ્યે મેઈન લાઈનમાં મોકલી શકાશે.

 

Related posts

NYC Council passes revised construction safety legislation

cradmin

જેતપુરના ચાંપરાજપુરમાં ઇજાગ્રસ્ત હોવા છતાં પરીક્ષા દેવા પહોંચ્યો

samaysandeshnews

શિવમ પાર્ટી પ્લોટ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં “માં ખોડલનો તેડું ” નાં આગામી કાર્યક્રમ અંગે મિટીંગ મળી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!