Samay Sandesh News
ગુજરાતજેતપુરટોપ ન્યૂઝશહેર

Crime: જેતપુરના નવાગઢ વિસ્તારમાં બે સોસાયટીના રહીશો વચ્ચે હલ્લાબોલ

Crime: જેતપુરના નવાગઢ વિસ્તારમાં બે સોસાયટીના રહીશો વચ્ચે હલ્લાબોલ: બે સોસાયટીને જોડતા રસ્તા આડે બિલ્ડરે દીવાલ ઉભી કરી દેતા લત્તાવાસીઓને અડધો કિમી ફરવું પડે છે.3 મહિનાથી ગટર માટે ખોદાયેલા ખાડા જેમના તેમ, વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન

જેતપુરમાં પાલિકા તંત્ર જાણે કે ગાઢ નિંદ્રામાં પોઢી ગયું લાગે છે. શહેરના રહેવાસીઓ કેટકેટલીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવા છતાં તંત્રના પેટનું પાણી ય હલતું નથી. સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યા નથી. શહેરના સુંદર વન વિસ્તારના લોકોને તેમની સોસાયટીમાંથી મુખ્ય રોડ પર જવા માટે લાગુ પડતા રોડની આડે અન્ય સોસાયટીના બિલ્ડરે દીવાલ બનાવી દેતા લત્તાવાસીઓને અડધો કિમી ફરીને જવું પડતું હોવાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

જેતપુરમાં પાલિકા તંત્ર જાણે કે ગાઢ નિંદ્રામાં પોઢી ગયું લાગે છે. શહેરના રહેવાસીઓ કેટકેટલીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવા છતાં તંત્રના પેટનું પાણી ય હલતું નથી. સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યા નથી. શહેરના સુંદર વન અને શિવ પાર્ક વિસ્તારના લોકોને તેમની સોસાયટીમાંથી મુખ્ય રોડ પર જવા માટે લાગુ પડતા રોડની આડે અન્ય સોસાયટીના બિલ્ડરે દીવાલ બનાવી દેતા લત્તાવાસીઓને અડધો કિમી ફરીને જવું પડતું હોવાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

તેમજ છેલ્લા ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડાઓ પૂરવામાં ન આવતા નાના બાળકો સહિત રાહદારીઓને અંદર પડવાનો ભય સતાવતો રહે છે. એટલું ઓછું ન હોય તેમ પાકા રોડ અને સફાઇ જેવી મૂળભૂત સુવિધાઓ બાબતે અસંખ્ય રજૂઆતો કરાઇ હોવા છતાં પાલિકા તંત્રને આંખ આડા કાન હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સરધારપુર રોડ પર સુંદરવન વિસ્તારો બાજુ બાજુમાં આવેલા છે.

જ્યાંથી મુખ્ય રસ્તા પર જવા માટે ચાર રસ્તાઓ પડે છે, પરંતુ ચારેય રસ્તા મયુર પાર્ક સાથે જોડાયેલા હોય અને મયુર પાર્કના બિલ્ડરે લાગુ રોડ આડે દીવાલ બનાવી રોડ બંધ કરી દીધો હોવાથી આ બંને લત્તાવાસીઓને અડધો કિમી ફરીને મુખ્ય રસ્તા પર જવું પડે છે.

જેથી આ રસ્તાઓ આડેની આડશરૂપ દીવાલ દૂર કરવા માટે સ્થાનિકોએ નગરપાલિકામાં અવારનવાર આવેદનપત્ર આપ્યા હોવા છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. નગરપાલિકાએ દીવાલ દૂર કરીને ફરી રસ્તો બનાવી આપવાના ઠાલા વચનો આપ્યા હોવાના લોકોએ આક્ષેપો કર્યા હતા. ઉપરાંત ભૂગર્ભ ગટર માટે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ત્રણ મહિના અગાઉ રસ્તાઓની વચ્ચોવચ્ચ ઊંડા ખાડાઓ ખોદ્યા છ. જે હજુ ન પૂર તા અકસ્માતે બાળકો તેમાં પડી જવાનો માતા-પિતાને ભય રહે છે.

સુંદર વન સોસાયટીના રહીશોની અનેક રજૂઆતના અંતે આજે મહિલાઓ રણચંડી બની હતી રોડ વચ્ચે કરવામાં આવેલ દિવાલ મહિલાઓ દ્વારા તોડવામાં આવતા બંને સોસાયટીનાં રહીશો વચ્ચે બબાલ સર્જાય હતી.

આ વચ્ચે પોલીસ અને નગરપાલિકાના સત્તાધીશો ઘટના સ્થળે પહોંચ્યા હતા મામલો થાળે પાડવામાં આવ્યો હતો

Related posts

ભાવનગર : ભાવનગરમાં ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે યોજાનાર ‘ચેલેન્જર્સ ટ્રોફી’ સ્પર્ધાની તડામાર તૈયારીઓનો પ્રારંભ

cradmin

સુરત : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત આયોજીત એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં ઓલપાડ તાલુકાનાં શિક્ષકોએ નવતર પ્રયોગો રજૂ કર્યા

samaysandeshnews

જામનગર: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલનું જામનગર એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું

cradmin

Leave a Comment

error: Content is protected !!