Samay Sandesh News
ખેતીવાડીગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

Ministry: કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલથી બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

Ministry: કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલથી બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે: મંત્રીશ્રી જી.જી. હોસ્પિટલમાં કોવિડ-૧૯ સારવાર સંબંધિત વ્યવસ્થાની સમીક્ષા કરવા મુલાકાત લેશે.

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલથી તા.૩૧ ડિસેમ્બર અને તા.૦૧ જાન્યુઆરીના રોજ જામનગર જિલ્લાના પ્રવાસે છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

કૃષિમંત્રીશ્રી આવતીકાલે બપોરે ૦૩ કલાકે જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં કોરોના સારવાર સંબંધિત વ્યવસ્થાની સમીક્ષા કરવા મુલાકાત લેશે. ત્યારબાદ ૦૪.૩૦ કલાકે પસાયા ગામ ખાતે લોકસંપર્કની સાથોસાથ મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરશે તેમજ લોકસંપર્ક કાર્યક્રમમાં લોકોના પ્રશ્નો સાંભળશે. સાંજે ૦૬.૦૦ કલાકે તેઓ ધુતારપર ગામમાં મઘોડીયા પરિવારના સુરાપુરાના મંદિરે દર્શનાર્થે જશે. ત્યારબાદ સાંજે ૦૭.૦૦ કલાકે શ્રી આશિષભાઇ પરમારના ઘૂંટાના કાર્યક્રમમાં સથવારા સમાજની વાડી, ધ્રોલ ખાતે હાજરી આપશે.

તા.૦૧ જાન્યુઆરીના રોજ સવારે ૦૮.૦૦ કલાકે ધ્રોલ કન્યા છાત્રાલય જવા રવાના થશે. મંત્રીશ્રી સવારે ૦૯.૦૦ કલાકે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કાર્યક્રમ માટે શિવજી મંદિર (પાઘર), માવાપર ગામ (તા. ધ્રોલ) માં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સવારે ૧૦.૦૦ કલાકે જામનગરમાં અટલ ભવન ખાતે જિલ્લાના પક્ષના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત લેશે.

 

Related posts

Crime: નોઈડા પોલીસે 45 લાખની કિંમતના ગેરકાયદેસર દારૂના 750 બોક્સ સાથે દાણચોરની ધરપકડ કરી

samaysandeshnews

જામનગર : ગુજરાત સરકારનો અભિનવ અભિગમ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના

samaysandeshnews

મદુરાઈ થી સોમનાથ જતી સ્પેશિયલ ટ્રેન રાજકોટ ખાતે આવી પહોંચતા સૌરાષ્ટ્ર તમિલયન લોકોનું રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત રેલવે સ્ટેશન પર ઢોલ નગારાના તાલે ઝૂમ્યા 

cradmin

Leave a Comment

error: Content is protected !!