Jamnagar: સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર યોજાઈ:સૌરાષ્ટ્ર પ્રદેશમાં સૌથી વિશાળ નેટવર્ક ધરાવતી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કના સ્થાપના દિવસની તાજેતરમાં ઉજવણી કરવામાં આવી હતી.
જે ઉજવણીના ભાગરૂપે ગત તા. ૦૮ જાન્યુઆરીના રોજ બેડી બંદર રોડ શાખા, જામનગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં ૧૪૨ બોટલ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, અને જી.જી. હોસ્પિટલ સરકારી બ્લડ બેન્કને તેનું અનુદાન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ રક્તદાન શિબિરમાં જામનગર પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુએ પ્રેરક ઉપસ્થિતિ આપી હતી. તેમજ રક્તદાતાઓ અને
બેન્કના કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, જામનગરના રિજિયોનલ મેનેજર શ્રી બળદેવ પટેલ અને રાજ્ય અનામત પોલીસ દળ- ચેલા ગ્રુપ ૧૭ ના ડી.વાય.એસ.પી. શ્રી પટેલે અને અન્ય જવાનોએ પણ રક્તદાન કર્યું હતું.
રક્તદાન શિબિર કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કના ચેરમેન શ્રી મનોજકુમાર કલમથેકર અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કના રિજિયોનલ મેનેજર શ્રી એ.સી. મહેતાએ જહેમત ઉઠાવી હતી. રક્તદાન શિબિરમાં બેન્કના ગ્રાહકો, જામનગર અને દ્વારકા જિલ્લાની શાખાઓના કર્મચારીઓ, નિવૃત કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું..