Crime: સુરતમાં બે હત્યાનાં બનાવ માં ગણતરીનાં કલાકોમાં હત્યારાઓને ઝડપી પાડતી પોલીસ: સુરત શહેરમાં ફરી એક વખત બે હત્યાના બનાવો સામે આવ્યા છે. જ્યાં બંને ઘટનામાં નજીવી બાબતે બે વ્યક્તિની હત્યા કરવામા
આવી છે. સુરતના સીમાડા નાકા ખાતે રહેતા સ્કૂલ બસના ડ્રાઈવર રાતના મોડો આવતો હોવાની વાતને લઈને ઝઘડો થતા કંડકટરની હત્યા કરી હતી.તો બીજા બનાવમાં પાંડેસરા ખાતે ક્રિકેટ રમવાના મુદ્દે થયેલા ઝગડામાં યુવકની હત્યા કરવામાં આવી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
છે.આ ઘટનામાં હત્યાના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.સુરતના સીમાડા નાકા પાસે આવેલ આશાદીપ સ્કૂલના પાર્કિંગમાં એક રૂમમાં ડ્રાઇવર તરીકે સોહીલ સુબેદાર અને કંડકટર તરીકે નોકરી કરતા કલ્પેશકુમાર રમેશચંદ્ર ઉપાધ્યાય બંને સાથે રહેતા હતા. ડ્રાઇવર સોહિલ રોજ રાતના મોડો આવતો હોય અને જોર જોરથી દરવાજો ખખડાવતો હોય બંને વચ્ચે ઝગડો થયો હતો. જ્યાં ડ્રાઇવરે રોષે ભરાઈ લોખંડના સળિયા વડે કંડકટરની માર મારી તેને લોહી લુહાણ કરી નાખ્યો હતો અને ત્યારબાદ કંડકટરને હોસ્પિટલ મૂકી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં કંડકટરનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી છે.સુરતના પાંડેસરા ગોવાલક રોડ નજીક રહેતા શીવા ભગવાન શાહુનો ક્રિકેટ રમવા બાબતે 19 વર્ષીય દિપક પાંડે નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડા નું સમાધાન કરવા માટે દીપક એ શિવાને પાંડેસરા નાકોડા મેદાન ખાતે બોલાવ્યો હતો જ્યાં દીપક પાંડેએ શિવાનેચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ઘટનામાં યુવકને સારવાર અર્થે ખસેડતા તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ કરતા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.
હત્યા કરનાર 19 વર્ષીય દુર્ગેશ ઉર્ફે દિપક પાંડેની પોલીસ દ્વારા પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે અગાઉ પાંચ જાન્યુઆરીએ ક્રિકેટ રમવા મુદ્દે થયેલા ઝઘડાની અદાવતને લઈને ઉતરાયણના દિવસે શિવા અને તેના મિત્રોએ ગ્રાઉન્ડ પર આવી તેને તમાચા માર્યા હતા અને તેના મિત્રો બેટ લઈ દિપકને મારવા દોડ્યા હતા. શિવાએ પોતાના પાસે રહેલું ચપ્પુ દીપકને મારવા જતા દિપક એ તે છીનવી લઈ શિવાને ચપ્પુ મારી દીધું હોવાનું જણાવ્યુ હતું.