Surat: સુરતનાં ઈતિહાસમાં સૌ પ્રથમવાર ડ્રગ્સ પ્રત્યેની જાગૃતિ માટે લાઈવ ડેમોન્સ્ટ્રેશન: સુરત શહેર પોલીસ ડ્રગ્સનાં દુષણ સામે લડવા અને શહેરીજનો ખાસ કરીને યુવાધનને જાગૃત્ત કરવાં છેલ્લા બે વર્ષથી ‘નો ડ્રગ્સ’નું અભિયાન ચલાવી રહી છે.
આજે સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સના દૈત્યને નાથવા અને વધુમાં વધુ નાગરિકોને જાગૃત કરવા નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિ નિમિત્તે સુરત શહેર પોલીસ દ્વારા સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરતનાં ઈતિહાસમાં સૌપ્રથમવાર ડ્રગ્સ સહિતના
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
પ્રતિબંધિત નશાકારક પદાર્થોનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ હિરેન રબારીએ વિવિધ પ્રતિબંધિત નશાકારક પ્રદાર્થોનું વિસ્તૃતમાં માહિતગાર કર્યા હતા. જેમાં એમ.ડી. ડ્રગ્સ, ચરસ, કોકેઈન, બ્રાઉન સુગર, ગાંજો, અફીણ, એસ.એસ.ડી. ડ્રગ્સ, નશાકારક ગોળીઓ, કોડેઈન સિરપ, ઈ-સિગારેટ સહિતનાં વિવિધ પ્રતિબંધિત પ્રદાર્થોનું ડેમોસ્ટ્રેશન
Read more:- મિશન સુરક્ષિત સુરત’ અંતર્ગત ગુનેગારોને સુધરવામાં પોલીસ મદદ કરશે…
કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં સહિત મોટી સંખ્યામાં આવતાં યુવાઓ, યુવતીઓ, વડીલોને નશીલા પદાર્થોથી થતી શારીરિક અને માનસિક બીમારીઓ વિશે જાગૃત કરવામાં આવ્યાં હતાં. વધુમાં હિરેન રબારીએ કહ્યું હતું કે, યુવાઓ દ્વારા નશાકારક પદાર્થોનાં સેવનથી શરીરને અતિ હાનિ પહોંચે છે, ત્યારે નશીલા પદાર્થો યુવાઓને કઈ રીતે બરબાદી તરફ દોરી જાય છે તેની ક્રમબદ્ધ વિગતો આપી હતી.