Samay Sandesh News
સ્પોર્ટ્સ

કિક બોક્સિંગ છોડી બોક્સર બનનારી 23 વર્ષની આસામીઝ લવલિના મેડલ જીતવાથી માત્ર એક મેચ દૂર, જાણો ક્યારે છે લવલિવાની મેચ ?

[ad_1]

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે એક પછી એક નિરાશાજનક સમાચાર આવી રહ્યા છે ત્યારે ભારતીય બોક્સર લવલિના બોરગોહેને ભારત માટે મેડલની આશા ઉભી કરી છે.  ભારતીય બોક્સર લવલિના બોરગોહેને પોતાની કેટેગરીમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે અને મેડલથી એક જ મેચ દૂર છે. ભારતીય બોક્સર લવલિના બોરગોહેન હવે ક્વાર્ટર ફાઈનલમાં જીતશે તો તેનો મેડલ પાકો થઈ જશે.  

લવલિના બોરગોહેનની મેચ હવે પછી 30 જુલાઈએ એટલે કે શુક્રવારે છે. લવલિના બોરગોહેન ચાઈનીઝ ચાઈનીઝ તાઈપેઈની નિએન-ચીન ચેન સામે ટકરાશે. આ મેચમાં જીતીને લવલિના બોરગોહેન ભારત માટે મેડલ પાકો કરે છે કે નહીં તેના પર સૌની નજર છે. રસપ્રદ વાત એ છે કે, 23  વર્ષની લવલિના બોરગોહેન પહેલાં કિક બોક્સિંગ કરતી હતી પણ પછી કિક બોકેસિંગ છોડીને બોક્સિંગમાં આવી છે. આસામના ગોલાઘાટની માત્ર 23 વર્ષની લવલિના બોરગોહેને બોક્સિંગ અપનાવ્યા પછી મેડલની તક ઉભી કરીને લોકોનાં દિલ જીતી લીધાં છે.

મહિલાઓના 69 કિલો વજનના વર્ગના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 23 વર્ષીય લવલિનાએ જર્મનીની 35 વર્ષીય બોક્સર નાદિને એપેટ્જને હાર આપી. નાદિને ન્યરોસાયન્સમાં પીએચ.ડી. થયેલી છે. લવલિનાએ આ મેચ સ્પ્લિટ ડિસિજનથી 3-2થી જીતી હતી. . ત્રણેય રાઉન્ડમાં જજોનો એકંદર નિર્ણય લવલિનાની તરફેણમાં રહ્યો હતો. લવલિના હવે મેડલ મેળવવાથી માત્ર એક જીતથી દૂર છે. બોક્સીંગમાં, સેમિફાઇનલમાં પહોંચતાની સાથે જ ઓછામાં ઓછું બ્રોન્ઝ મેડલ નક્કી થઈ જાય છે. લવલિનાની ક્વાર્ટર ફાઇનલ બાઉટ 30 જુલાઈએ ચીનના તાઈપેની ચિન નિએન સાથે થશે.

 

[ad_2]

Source link

Related posts

Ind Vs Sl 3rd T20i: When And Where To Watch Live Streaming Of India Vs Sri Lanka Third T20

cradmin

Tokyo Olympic Medal Tally India Standing Today 29.07.21 Gold Silver Bronze Medal Events Hockey Table Tennis Boxing

cradmin

India Vs Sri Lanka 3rd T20I: When And Where To Watch, Know In Details

cradmin

Leave a Comment

error: Content is protected !!