Surat: સુરતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીના હસ્તે શુભારંભ: રાજ્યકક્ષાનાં શિક્ષણ દ્વારા સુરતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. અડાજણના રામ નગર ઝૂલેલાલ
મંદિરની સામે અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ગરીબોને માત્ર પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવી રહ્યું
છે.શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ સુરતનાં જુલેલાલ મંદિર સામે રામનગર ખાતે રાજ્યકક્ષાનાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
પાનસેરીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત શ્રમિકોને પાંચ રૂપિયામાં ગુણવત્તા યુક્ત પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. કોરોનાની મહામારીમાં આ યોજના બંધ થઈ હતી પરંતુ હવે ફરીથી રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ
Read more:- રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ કાર્યક્રમ થકી જામનગરની દીકરીને મળ્યું નવજીવન…
પાનસેરીયાના હસ્તે આ યોજનાનો પ્રારંભ સુરતમાં કરાવવામાં આવ્યો છે. શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સાથે સાથે રામનગર ખાતે ઇ-શ્રમ કાર્ડ નોંધણી કેમ્પ અને ધનવંતરી રથ દ્વારા લોકોનાં આરોગ્યની પણ તપાસ કરવામાં આવી હતી. મહત્વની વાત કહી શકાય કે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આ શ્રમિક અન્નપૂર્ણા યોજનાં ચલાવવામાં આવી રહી છે. મહત્ત્વની વાત છે કે, ગરીબોને જે ભોજન આપવામાં આવ્યું હતું તે ભોજનમાંથી સુખડીનો સ્વાદ પણ રાજ્યકક્ષાનાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા અને સુરતનાં મેયર હેમાલી બોઘાવાલાએ માણ્યો હતો.