Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝબોટાદશહેર

Botad: વિહળ ધામ પાળીયાદ ખાતે પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા મા 255 મા પ્રાગટ્ય દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ

Botad: વિહળ ધામ પાળીયાદ ખાતે પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા મા 255 મા પ્રાગટ્ય દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ: જગ્યા ના સ્થાપક પૂજ્ય શ્રી વિસામણબાપુ ના પ્રાગટ્ય દિવસે આખો

દિવસ જગ્યા ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ જગ્યા ના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ તેમજ સેવક સમુદાય દ્વારા ૨૫૫ ગામે ગાયો ને લીલોચારો , કુતરાવ ને રોટલા , પક્ષી ને ચણ , કીડીઓને કીડીયારું વગેરે જેવી સેવાકીય પ્રવુતિ કરવામા આવેલ…

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

તા.26/1/2023 ના રોજ વસંત પંચમી ના દિવસે વિહળધામ પાળીયાદ ખાતે જગ્યા ના સ્થાપક પૂજ્ય શ્રી વિસામણબાપુ ની ૨૫૫ મી જન્મ જયંતિ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામા આવેલ હતી…
પૂજ્ય શ્રી વિસામણબાપુ નો જન્મ વિક્રમ સંવત ૧૮૨૫ ના રોજ કાઠી કુળ મા આપા પાતામણ બાપુ ને ત્યાં ચંદનનાથ બાપુ ના આશીર્વાદ થી થયેલ…
પૂજ્ય શ્રી વિસામણબાપુ ને રામદેવપીર મહારાજ નો અવતાર તેમજ પાળીયાદ ના ઠાકર તેમજ રોકડીયા ઠાકર નું બિરુદ ધર્મપ્રેમી જનતા અને સેવક સમુદાય દ્વારા આપવામાં આવેલ છે…
૨૬ મી જાન્યુઆરી વસંત પંચમી ના દિવસે સવારે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ના શણગાર દર્શન અને જગ્યા ના ઠાકર ના દેવળ અને જન્મ સ્થળ ઓરડા તેમજ પીપળો ફુલહાર અને દિવા થી આખી જગ્યાને ખુબ સરસ શણગારવામા આવેલ હતી તેમજ ઠાકર ના દેવળે અન્નકોટ પ્રસાદ ધરવામા આવેલ હતો…
પૂજ્ય બા શ્રી તેમજ પૂજ્ય શ્રી ભયલુબાપુ તેમજ અન્નકોટ ના દાતાશ્રીઓ દંપતી દ્વારા ધજાજી નુ પૂજન વિધી બ્રાહ્મણો દ્વારા મંત્રોચાર થી કરાવેલ અને આરતી કરી ઢોલ નગારા સાથે ધજા ને માથે ચડાવી અને અઢીસો વર્ષથી સનાતન ધર્મ ની ધજા લેહરાવતા ધજાગરા પર ધજારોહણ કરેલ હતું…
ઠાકોરજી ના અન્નકોટ ના દાતાશ્રીઓ તેમજ ધજારોહણ ના દાતાશ્રીઓ પાળીયાદ જગ્યા ના વિહળ પરીવાર સેવક સમુદાય ના લક્ષમણભાઈ મોકાણી વડોદરા – અરવિંદભાઈ નાગજીભાઈ ચાંદપરા તરઘરા – ઘનશ્યામભાઈ ખેરડીયા સુરત – મહાવીરભાઈ ખાચર ખાંભડા – લાલજીભાઈ બેચરભાઈ પટેલ ગલસાણા – ધીરુભાઈ કરમશીભાઈ પરમાર બોટાદ -પ્રકાશભાઈ રણછોડભાઈ મેઘાણી ખસ તરફથી આપવામા આવેલ હતો…
ત્યારબાદ બપોરે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ની આરતી કરવામા આવેલ અને પૂજ્ય બા શ્રી , પૂજ્ય શ્રી ભયલુબાપુ , પૂજ્ય શ્રી બાળઠાકર પૃથ્વીરાજબાપુ , પૂજ્ય શ્રી ગાયત્રીબા , પૂજ્ય શ્રી દિયાબા સહિત ઠાકર પરિવાર હાજર રહેલ હતા તેમજ જગ્યામાં ઠાકર ના દર્શનાથે તેમજ મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ના ઠાકર પરિવાર ના આશીર્વાદ લીધેલ હતા અને ત્યારબાદ હજારો ધર્મ પ્રેમી જનતા અને ભાવિક ભક્તો તેમજ વિહળ પરિવાર સેવક સમુદાય એ બપોરે ભોજન પ્રસાદ નો લાભ લીધેલ હતો…
આ ઉપરાંત 26 મી જાન્યુઆરી ના રોજ પૂજ્ય નિર્મળાબા પ્રયાગરાજ ખાતે ૧૦૦૮ મહામંડલેશ્વર બન્યા એ સમય ને પણ ચાર વર્ષ પૂર્ણ થયા હોવાથી જગ્યા ની બોટાદ રોડ પર આવેલ વાડી ખાતે ૧૦૦૮ વૃક્ષો રોપણ પૂજ્ય બા શ્રી ના હસ્તે કરવામા આવેલ…
ત્યારબાદ રાત્રી ના ૯:૦૦ કલાકે જગ્યાની ફૂલવાડી ખાતે શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ના વિધાર્થીઓ દ્વારા ૨૬ મી જાન્યુઆરી અને ૭૫ મા ગણતંત્ર દિવસ નિમિતે રાષ્ટભક્તિ ના ગીત તેમજ વ્યસન મુક્તિ માટે નાટક ના સ્વરૂપે સમજણ આપવી તેમજ ભારતીય સૈનિકો ના વેશભુષા મા રાષ્ટગાન સાથે પિરામિડ ડાન્સ અને તિરંગા ગાન કરેલ ઉપરાંત બહેનો દ્વારા તલવાર રાસ અને તલવાર બાજી જેવી ખુબ સરસ અને મન પ્રફુલ્લિત થઇ જાય એવી કૃતિઓ રજૂ કરવામાં આવેલ અને પૂજ્ય વિસામણબાપુ થી પૂજ્ય નિર્મળાબા સુધી પાળીયાદ જગ્યા ની દેહાણ પરમપરા વિશે સ્કુલ ના વિધાર્થી બહેન દ્વારા ખુબ ચોકસાઈ અને જીણવટ થી બોલવામા આવેલ અને ઘણું બધું આ બાળકો ના સાંસ્કૃતિક કાર્યક્રમ માંથી શીખવા જોવા જાણવા મળેલ અને પૂજ્ય બા શ્રી પણ ખુબ પ્રભાવિત અને પ્રફુલ્લિત થઇ અને બાળકો ને તેમજ માર્ગદર્શક શિક્ષકો ને ખુબ ખુબ રાજીપા સાથે અભિનંદન આશીર્વાદ આપેલ હતા અને પૂજ્ય બા શ્રી આશીર્વચન પાઠવતા પાઠવતા પણ પોતે ખુબ તાળીઓ સાથે તમામ બાળકો શિક્ષકો અને સંચાલકો ને વધાવ્યા હતા…
ત્યારબાદ ઇતિહાસવિદ રામકુભાઇ ખાચર અને મહેશભાઈ ગઢવી પ્રસંગો ઉચિત વક્તવ્ય વાગોળી ને વિહળ થી નિર્મળ સુધી ની વાતો અને વ્યવસ્થા અને પરંપરા થી વાકેફ કર્યા હતા…
ત્યારબાદ રાત્રી ના લોક સાહિત્યકાર કલાકારો દ્વારા રૂડી સંતવાણી તેમજ ભજન અને પૂજ્ય વિસામણબાપુ ની વાતો તેમજ પરચા અને દુહા છંદ ની વણજાર થયેલ હતી…
આઈ માઁ મોગલ અને ઠાકર વિહળાનાથ ના રૂડા ભાવ ભજન ગવાયા અને સહુ વિહળ પરિવાર સેવક સમુદાય તેમજ પૂજ્ય બા શ્રી અને પૂજ્ય શ્રી ભયલુબાપુ સહિત વહેલી સવાર સુધી પ્રોગ્રામ ની મોજ માણી હતી અને ભજન કરેલ હતા…
લોક સાહિત્યકાર અને ભજનીક બિરજુ બારોટ , ઉદય ધાધલ , રાજ ગઢવી , ધવલ ઝાલા વગેરે કલાકારો દ્વારા ભજન આનંદ કરાવવામા આવેલ હતો…

Related posts

ધંધુકા હત્યા કેસમાં આરોપી મૌલાના રિમાન્ડ પર, થયા ચોકાવનારા ખુલાસા

samaysandeshnews

રાજકોટ : “મહિલા દિવસ”ની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન થતી રહેવી જોઈએ-મેયરશ્રી પ્રદીપ ડવ

samaysandeshnews

જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમની સીમાચિન્હ રૂપ અને અસરકારક કામગીરી

cradmin

Leave a Comment

error: Content is protected !!