સુરત : નેશનલ પ્રેસ એસોસિએશનનું મહા અધિવેશન યોજાયું: નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા સૂરત ખાતે પત્રકારો માટે મહા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરતના બીઆરટીએસ રોડ પર આવેલ માધવ ફાર્મ ખાતે સવારના સમયે રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
નેશનલ પ્રેસ એસોસિએશન કોર કમિટી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. સાથે આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર હિતેશ અંટાળા ખાસ ઉપસ્થિત રહી પત્રકરોને હાસ્ય રસ પૂરું પાડ્યું હતું. આ સાથે કાર્યક્રમમાં રાષ્ટ્રીય રાજપૂત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
કરણી સેના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત, વરાછા કો. ઓ. બેંકના ચેરમેન કાનજીભાઈ ભાલાળા, એડવોકેટ મેહુલ બોઘરા પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમ અંગે વિવિધ ચર્ચાઓ કરી પ્રવચન પણ કર્યું હતું. સાથે પત્રકારો માટે
વધુ આગળ શું કરી શકાય તે અંગે માર્ગદર્શન પણ મહેમાનો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આ અધિવેશન માં પધારેલ તમામ મહેમાનોનું પુષ્પ ગુચ્છ તેમજ ટ્રોફિથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે આ કાર્યક્રમમાં પધારેલ તમામ પત્રકારોનું પણ મોમેંટો આપી સ્વાગત કરવામા આવ્યું હતું. ત્યાર બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી તમામ પધારેલ મહેમાનો તેમજ પત્રકારોએ સ્વરૂચિ ભોજન સાથે કરી કાર્યક્રમ ને અલ્પ વિરામ આપ્યો હતો. જો કે આ આખો કાર્યક્રમનું સ્ટેજ આર કે દેવાંગ (દેવલો) અને ઝારા ખાનએ સંભાળ્યું હતું.