Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝશહેરસુરત

crime: સુરતનાં વરાછા વિસ્તાર માંથી 4 કરોડ રૂપિયાની ચિલ્ડ્રન બેન્કની નોટ ઝડપાય

crime: સુરતનાં વરાછા વિસ્તાર માંથી 4 કરોડ રૂપિયાની ચિલ્ડ્રન બેન્કની નોટ ઝડપાય : સૂરતમાં 4 કરોડ રૂપિયાની ચિલ્ડ્રન બેન્કની નોટ ઝડપી લેવામાં પોલીસને સફળતા સાંપડી છે. પોલીસે બાતમીના આધારે મોટા વરાછાના કોમ્પલેક્ષમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ચિલ્ડ્રન બેન્કની નોટ ઝડપી લીધી હતી

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

Ats અને sog પોલીસે સહિયારું ઓપરેશન હાથ ધરી 500 અને 2000ના દરની નકલી નોટ ઝડપી લીધી હતી

સાથે જ 6 શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા 99 શોપિંગમા ત્રીજા માળે એટીએસ અને સુરત એસઓજીએ સંયુક્ત રેડ કરી ચાર કરોડથી વધુની ડુપ્લીકેટ નોટો ઝડપી પાડી હતી.લોકોને બોલાવી નવી નોટ આપવાનું બહાનું કરી નોટના બન્ડલ પર ઉપર અને નીચે ઓરીજનલ નોટ મૂકી અંદર ડુપ્લીકેટ નોટ પધરાવી દેતા હતા. હાલ ચાર જેટલા લોકો સાથે નોટની ડિલ ચાલતી હતી. પરંતુ હજુ સુધી કોઈ સાથે સોદો થયો ન હોવાનું પણ બહાર આવ્યું છે.જેની પૂછપરછમાં અનેક ધડાકા થયા છે.જેમાં આરોપીઓ નકલી નોટના બંડલમાં ઉપર એક નોટ ઓરીજનલ મૂકીને નકલી નોટો પધરાવી દેતા હતા. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.વધૂમાં આરોપીઓ ઓછી રકમની ગોલ્ડ આપવાની પણ લોભામણી જાહેરાત કરતા હતા. જેથી ડુપ્લીકેટ ગોલ્ડ પણ રાખતા હતા. આ ગેંગના મુખ્ય આરોપી મનસુખ ભાઈ અગાઉ એક ચિટિંગના આરોપી સાથે મળી અને કામ કરતા હતા.જોકે તે આરોપીનું મોત થયા બાદ તેમની પાસેથી ટિપ્સ મેળવી આ ગેંગ છેતરપીંડી અચરતા હતા. પોલીસે હાલ આ મામલે 6 શખ્સની ધરપકડ કરી 4 કરોડ ઉપરાંતની ડુપ્લીકેટ નોટ તેમજ 16 હજારની ઓરીજનલ નોટ અને 50 સોના અને 10 ચાંદીની લગડી પણ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

મેંગોપીપલ પરીવારના સ્લમવિસ્તારોના બાળકોએ સોનાલી પાવભાજી ની મજા માણી

samaysandeshnews

નોકરીની લાલચ આપી ચીટીંગ કરતી નાઇજીરીયન ગેન્ગ પકડી પડતી જામનગર પોલીસ.

samaysandeshnews

જામનગર: જામનગરના 18 પ્રબુદ્ધ નાગરિકોનું વિશિષ્ટ સેવા બદલ સન્માન કરવામાં આવ્યું

cradmin

Leave a Comment

error: Content is protected !!