Samay Sandesh News
અમદાવાદ

Gujarat Corona Update : Now One More District Corona Free In North Gujarat

[ad_1]

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે અને દૈનિક કેસો પણ ધીમે ધીમે ઘટી રહ્યા છે, ત્યારે રાજ્યમાં વધુ એક જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આ સાથે ગુજરાતમાં ફરીથી 4 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આજે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી પછી બનાસકાંઠા જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. ઉત્તર ગુજરાતમાં અગાઉ પાટણ જિલ્લો કોરોનામુક્ત બન્યો હતો. જોકે, અહીં ફરીથી કોરોનાના કેસ નોંધાયા છે. ગુજરાતમાં બનાસકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર અને મોરબી એમ ચાર જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ ચાર જિલ્લામાં હવે એક પણ એક્ટિવ કેસ નથી. ગઈ કાલે નવા બે કેસ નોંધાતા ફરીથી પંચમહાલ જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં અત્યારે પાટણ, પોરબંદર, નર્મદા, મહિસાગર, બોટાદમાં એક-એક એક્ટિવ કેસ છે, ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 57 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.74 ટકા થયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,69,164 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 3,21,75,416 દર્દીઓને કોરોનાને મ્હાત આપી છે.   અત્યાર સુધી 285 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 280 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,413 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં રસીકરણ

રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 110 લોકોને પ્રથમ અને 8373 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 64615 લોકોને રસીનો પ્રથમ અને 63370 લોકોને રસીનો બીજો ડોઝ આજ અપાયો હતો. 18-45 વર્ષના 187414 લોકોને રસીનો પ્રથમ અને 45282 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે રાજ્યમાં આજે કુલ 3,69,164 લોોકનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ગુજરાતનાં કુલ 3,21,75,416 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. 

 ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત 3,  વડોદરા કોર્પોરેશનમાં 3, મહેસાણા 2,પંચમહાલ 2,  રાજકોટ કોર્પોરેશન 2, અમરેલી 1, આણંદ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1,  કચ્છ 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો હતો.અહીં ન નોંધાયો એક પણ કેસઅમદાવાદ,   અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ,  ડાંગ, દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,  ગીર સોમનાથ, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા,  સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

[ad_2]

Source link

Related posts

Ahmedabad: દારૂ પીવા માટે રૂપિયા જોઇતા હોવાના કારણે લૂંટનો બનાવ્યો પ્લાન

cradmin

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના 30માં સ્થાપના દિને અને વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ની ઉજવણી

samaysandeshnews

અમદાવાદ:સરકારી હોસ્પિટલની OPD દર્દીઓથી ઉભરાઇ, પાણીજન્ય-મચ્છરજન્ય રોગ વધ્યા

cradmin

Leave a Comment

error: Content is protected !!