Samay Sandesh News
ગુજરાતજુનાગઢટોપ ન્યૂઝશહેર

Junagadh: ABVP જુનાગઢ જીલ્લા દ્વારા સપર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાની ઘટનાનો વિરોધ

Junagadh: ABVP જુનાગઢ જીલ્લા દ્વારા સપર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાની ઘટનાનો વિરોધ: જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી ના માધ્યમ થી મુખ્યમંત્રી શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 1949 થી શિક્ષા ક્ષેત્રમાં કાર્યરત વિશ્વનું સૌથી મોટુ છાત્ર સંગઠન છે. ગુજરાત સરકારનું વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફ્ળ સાબીત થયું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્કની સપર્ધાત્મક

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

પરીક્ષા નું પેપર લીક થવાથી વિદ્યાર્થીઓ ના ભાવી ઉપર પ્રશ્ન ઉભા થયાં છે. પરીક્ષા મૌફુક ની આ જાહેરાત લાખો વિદ્યાર્થીઓના ભાવી અને ભાવનાઓ સાથેના ચેડાં છે. ABVP હેમશા કહેતું આવ્યું છે પેપરલીક ની આ ઘટનાઓ વિદ્યાર્થીઓના પ્રશાસન ઉપરના વિશ્વાસ ને તોડે છે જેથી જવાબદારી અધિકારીઓ ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે. ABVP જુનાગઢ જીલ્લા દ્વારા પેપર લીક ની ઘટનાનો વિરોધ કરી 24 કલાકમાં નવી પરીક્ષાની તરીખ જાહેર કરવામાં આવે, 20 દિવસમાં ફરી પરીક્ષા લેવામાં આવે, પરીક્ષાર્થીઓ માટે આવશ્યક વ્યવસ્થાઓ, યાત્રા, નિવાસ, ભોજન, ની વિશેષ જવાબદારી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે, પેપર લીક કૌભાંડ પર SIT ની રચના કરવામાં આવે તેમજ જવાબદાર ઉપર રાજદ્રોહ નો ગુનો લગાવી કાર્ય કરવામાં આવે. આવા વિવિધ મુખ્ય મુદ્દાઓ ને લઈને abvp જૂનાગઢ દ્વારા કલેક્ટર શ્રી ના માધ્યમ થી મુખ્યમંત્રી શ્રી ને આવેદન આપવામાં આવ્યું હતું. ઉપરોક્ત પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો abvp દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પેપર કૌભાંડ ના વિરોધ પ્રદર્શન તેમજ આવેદન પત્રમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જામનગર ની ધારા જોષી ને બેસ્ટ મોડલ ઓફ ધ યર ૨૦૨૨ એવોર્ડ એનાયત

samaysandeshnews

જામનગર : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત જામનગરની સરકારી ઇમારતો રોશનીથી ઝળહળી ઉઠી

cradmin

જામનગર“WHOના ડાયરેકટર જનરલ ડો. ટેડ્રોસે કહ્યું “ગુજરાતમા મને બહુ મજા આવી”

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!