રાજકોટ : જેતપુરમાં ૨૨ ફેબ્રુઆરીએ “સ્વાગત” ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે: રાજ્યના નાગરિકોને ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું નિવારણ ન્યાયિક તેમજ અસરકારક રીતે તાલુકા મથકેથી જ થાય તે માટે જેતપુર તાલુકા કક્ષાનો ” સ્વાગત ” ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૨/૨/૨૦૨૩ના રોજ બપોરના ૧૨-કલાકે
મામલતદારશ્રીની કચેરી, જેતપુર ખાતે યોજાશે. જેતપુર તાલુકાના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો અંગેની અરજી બે નકલમાં પુરાવા સાથે મામલતદાર કચેરી જેતપુર ખાતે તારીખ ૧૦/૨/૨૦૨૩ સુધીમાં રજૂ કરવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
તાલુકા “સ્વાગત ” માં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત .તલાટી. ગ્રામસેવકને અરજી કરેલ હોય અને તેનો નિકાલ અનિર્ણિત હોય અને તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો જવાબદાર અધિકારી શ્રીને લેખિતમાં અરજી રજૂઆત કરેલ હોવી જરૂરી છે. કાર્યક્રમમાં અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે અને એક વિષયને લગતી જ રજૂઆત કરી શકશે સામુહિક રજૂઆત કરી શકશે નહીં. પ્રશ્ન કે રજૂઆત કરતા વ્યક્તિનું નામ સરનામું મોબાઈલ નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી છે.
વ્યક્તિગત આક્ષેપ, કોર્ટ મેટર , આંતરિક તકરાર જેવી અરજી પર કોઈ કાર્યવાહી નહી થઇ શકે જેની દરેક અરજદારે નોંધ લેવા મામલતદાર જેતપુર શહેર શ્રી કે.એમ.અધેરા તેમજ જેતપુર ગ્રામ્ય મામલતદારશ્રી ડી.એ ગીનીયા ની સયુંકત યાદીમાં જણાવવામાં આવે છે.