Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝશહેરસુરત

સુરત : સુરતમાં યોજાયેલા સમૂહ લગ્નમાં કરાયું અનોખું દાન

સુરત : સુરતમાં યોજાયેલા સમૂહ લગ્નમાં કરાયું અનોખું દાન: સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 64મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. ત્યારે આ સમૂહ લગ્ન દરમિયાન એક અનોખી પહેલ કરવામાં આવી હતી.જેમાં લગ્નમાં આવનારા કેટલાક મહેમાનોએ માવાનુ દાન કર્યું હતું.

ત્યારે આ પ્રકારે માવાનું દાન થતાં સમૂહ લગ્નમાં આવનાર તમામ મહેમાનોમા પણ કુતુહલ જોવા મળ્યું હતું. કારણ કે પ્રથમ વખત કોઈ પ્રસંગ દરમિયાન આ પ્રકારે લોકો માવા દાન કરતા જોવા મળ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા 64માં સમૂહ લગ્નનું આયોજન અબ્રામા રોડ મોટા વરાછા ખાતે કરવામાં આવ્યું હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ત્યારે આયોજિત આ લગ્ન ઉત્સવમાં આમંત્રિત મહેમાનો પાસેથી સામેથી દાન માંગ્યું હતું અને એ પણ માવાનું, હવે તમને થશે કે માવાનું દાન? એ તો વળી કઈ રીતે? કોઈ વ્યક્તિ માવાનું દાન કેમ લેશે અથવા તો કેમ કરશે, આ સવાલ ચોક્કસથી થયો હશે તો તમને જણાવી દઈએ કે, જે પણ વ્યક્તિ લગ્ન પ્રસંગમાં માવા લઈને આવ્યા હોય તેમની પાસેથી માવા લેવામાં આવ્યા હતા અને તેમને કહ્યું કે, તમે બે માવા આપી બે લાખ રૂપિયાનું દાન કર્યું છે. તો તમને જણાવી દઈએ કે, આ કાર્ય કરવા પાછળનો ઉદ્દેશ લોકોને વ્યસનમાંથી મુક્ત કરાવવાનો હતો.વરાછા ખાતે આયોજિત સમૂહ લગ્નમાં વ્યસન મુક્તિના સંદેશા સાથે લગ્ન પ્રસંગમાં લોકોને અવગત કરાયા હતા. જે પણ લોકો પોતાની સાથે માવા લઈને આવ્યા હોય તેઓ પાસેથી માવા ઉઘરાવી વ્યસન છોડવા માટે અનુરોધ કરાયો હતો. આમ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સમૂહ લગ્નમાં લગ્ન સમારોહની સાથે સમાજ વ્યસન મુક્ત થાય તેની પણ અનોખી પહેલ કરવામાં આવી હતી.

Related posts

ગીર સોમનાથ ના સુત્રાપાડા તાલુકા ના ઘંટીયા (પ્રાચી )ગામે પંચાયત માં થતી કાયદા વિરૂધ્ધ ની પ્રવૃત્તિ ઓ

samaysandeshnews

પાટણ : ચાણસ્મા તાલુકાના ધરમોડા નજીક કાર ચાલકે બાઈકને ટક્કર મારતા એકનું મોત એક ઘાયલ.

cradmin

ટીમ વાલ્મીકિશિક્ષણ અભિયાન

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!