સુરત : દાતાઓનો પ્રેરણાદાયી અભિગમ : માદરેવતન-માતૃભૂમિનું ઋણ અદા કરતો કામરેજનાં વાવ ગામનો ભક્ત પરિવાર: જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કામરેજ તાલુકાની વાવ પ્રાથમિક શાળામાં મુખ્ય દાતા પરિવાર એવાં
સ્વ. જીવાભાઈ શામભાઈ ભક્ત પરિવાર તરફથી શાળામાં અભ્યાસ કરતાં તમામ 500 બાળકોને સુંદર મજાની સ્કૂલબેગ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ તકે દાતા પરિવારનાં અને અમેરિકાથી પધારેલા પ્રભુભાઈ ભક્ત તથા કામરેજ ચાર રસ્તા સ્થિત ભારતીય વિદ્યામંડળનાં માનદ મંત્રી એવાં વિનુભાઈ ભક્ત, હરિભાઈ ભક્ત, પ્રશાંતભાઈ ભક્તનાં વરદ હસ્તે ધોરણ 1 થી 8 માં ભણતાં તમામ 500 બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વાવનાં ભક્ત ફળિયાનાં રહીશ સ્વ. જીવાભાઈ સામભાઈ ભક્ત પરિવાર તરફથી મળેલ આશરે 2 કરોડનાં દાન થકી બાળકો માટે જિલ્લાની શ્રેષ્ઠ કહી શકાય એવી તમામ સુવિધાઓથી સજ્જ અદ્યતન શાળા બિલ્ડીંગ બનાવી આપવામાં આવેલ છે. દાતા પ્રત્યે ઋણ સ્વીકારની લાગણી સાથે આચાર્ય પ્રજ્ઞાબેન પટેલ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી