પાટણ : મંત્રીશ્રી મૂળુભાઇ બેરાની અધ્યક્ષતામાં વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો: રાણીની વાવ ઉત્સવ-2023’’: ગાયિકા ઈશાની દવેનાં તાલે ઝુમ્યું પાટણ
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતુ હોય છે. જે અન્વયે પાટણ જિલ્લાની આન,બાન અને શાન એવી વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રીશ્રી મૂળુભાઇ બેરાની અધ્યક્ષતામાં આયોજીત રાણીની વાવ ઉત્સવ-2023 માં સુપ્રસિદ્ધ ગાયિકા સુશ્રી ઈશાની દવેનાં તાલે પાટણ વાસીઓ ઝુમ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
‘’આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ-2023નું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના સુપ્રિદ્ધ યાત્રાધામો ખાતે વર્ષ-2023માં વિવિધ ઉત્સવોનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત પાટણની રાણીની વાવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રીશ્રી મૂળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતીમાં આયોજીત આ કાર્યક્રમમાં સંગીતજ્ઞ-વ- ગાયીકા અને કલાકાર વૃંદ સુશ્રી ઈશાની દવેએ પોતાના તાલે રાણકી વાવને રંગી દીધી હતી. રાતની ઠંડી અને સાથે અદ્દભુત ગીતોનો સંગમ.રાણકી વાવ આજે જાણે સાત રંગોમાં રંગાઈ ગઇ હતી.
આજરોજ આયોજીત સંગીત સમારોહમાં પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રીશ્રી મૂળુભાઇ બેરા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા,નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ, સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, નંદાજી ઠાકોર, કે.સી પટેલ, મોહનભાઈ પટેલ, રાજુલબેન દેસાઈ, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિત સીંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. એમ.સોલંકી, નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ તેમજ વિવિધ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં પાટણની જનતા ઉપસ્થિત રહી હતી.