બનાસકાંઠા : બોર્ડર સિક્યોરિટી ફોર્સ 123 બટાલિયન, દાંતીવાડા દ્વારા બોર્ડર ચોકી રાધાનેસડા ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું
શ્રી લોદ્રાણી પ્રાથમિક શાળા ખાતે સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને રમતગમત સંબંધિત સામગ્રીનું વિતરણ કરાયું
બોર્ડર સિક્યોરિટી ફોર્સ 123 બટાલિયન, દાંતીવાડા દ્વારા બોર્ડર ચોકી રાધાનેસડા અને ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
123 બટાલિયનના કમાન્ડન્ટ શ્રી ગુરિન્દર સિંઘની ઉપસ્થિતમાં પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગરના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ શ્રી ભૂપેન્દર સિંઘ દ્વારા કેમ્પનું શુભ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં રાધાનેસડા અને તેની આસપાસના કુંડળીયા, રચીણા, કોરીલી વગેરે ગામોના ગ્રામજનોની તબીબી તપાસ કરી તેમને દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત બોર્ડર સિક્યોરિટી ફોર્સ, 123 બટાલિયન દ્વારા લોદ્રાણી ગામની શ્રી લોદ્રાણી પ્રાથમિક શાળા ખાતે સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત મુખ્ય મહેમાન શ્રી ભૂપેન્દ્ર સિંઘ, ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ, પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગરની હાજરીમાં રમત ગમતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શાળાના બાળકોએ સુંદર રીતે ગુજરાતી લોકગીતો, રાજસ્થાની લોકગીતો અને દેશભક્તિના ગીતો અને પિરામિડ નિર્માણ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઉપસ્થિત સીમા સુરક્ષા દળના અધિકારીશ્રીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને રમતગમત સંબંધિત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિશ્રી ભૂપેન્દ્ર સિંઘ ( ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ, પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગર )એ શાળાના વિદ્યાર્થીઓને રમત ગમત પ્રત્યે જાગૃત થવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ડો.પંગા સરવંતી, ડેપ્યુટી કમાન્ડન્ટ/સીનિયર મેડિકલ ઓફિસર બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ડો.દિનેશ ચૌધરી, સર્જન, સરકારી હોસ્પિટલ થરાદ, ડો.વિરલ ચૌધરી, બાળરોગ નિષ્ણાંત, સરકારી હોસ્પિટલ થરાદ, ડો.યોગેશ દવે. C.S.C. સુઇગાંવ, ડો.કિરણભાઇ. મેડિકલ ઓફિસર, પી.એચ.સી. માવસરી તથા અન્ય પેરામેડિકલ સ્ટાફ સહિત શાળાના આચાર્ય શ્રી ઈશ્વરભાઈ મકવાણા, લોદ્રાણી ગામના સરપંચ શ્રી ભૂપજી બોરોટ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.