Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : જામનગર જિલ્લા કક્ષાના આશા સંમેલન સાથે સાથે આશા બહેનો માટે ના આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓ ના સેંસિટાઈઝેશન વર્કશોપ આયોજન કરવામાં આવ્યું

જામનગર જામનગર જિલ્લા કક્ષાના આશા સંમેલન સાથે સાથે આશા બહેનો માટે ના આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓ ના સેંસિટાઈઝેશન વર્કશોપ નું કર્મચારી નગર,લાલપુર બાયપાસ પાસે આયોજન કરવામાં આવ્યું હતું : જેમા સમગ્ર જિલ્લાના આશા બહેનો તથા આશા ફેસિલિટેટર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


ઉપરોક્ત આશા સંમેલન કમ વર્કશોપ માં જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ધરમશી ભાઈ ચનિયારા એ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

જેમાં તેમણે શિસ્ત અને સમર્પણ સાથે જિલ્લાના ગ્રામ્ય લોકોને આશા બહેનો દ્વારા આરોગ્ય સેવાઓ વ્યવસ્થિત મળી રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી. તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ સાહેબ એ ઉપસ્થિત રહી આશા બહેનો ને આરોગ્ય વિષયક માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો એચ એચ ભાયા તથા તમામ ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓ દ્વારા આરોગ્ય કાર્યક્રમ માં આશાની ભૂમિકા વિષે વિસ્તૃત જાણકારી આપી હતી

જિલ્લાના આશા બહેનો દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ નાટક ગીત વગેરે દ્વારા તેમનાં દ્વારા કરવામાં આવતી કામગીરીનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું હતું

ઉપરોક્ત આશા વર્કશોપ માં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો એચ એચ ભાયા, જિલ્લા ક્ષય અધિકારી ડો. પ્રેમકુમાર કનનર, જિલ્લા આર સી એચ અધિકારી ડો નૂપુર પ્રસાદ તેમજ આરોગ્યના તમામ અધિકારીશ્રી ઓ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ડી.આઇ.ઇ.સી.ઓ નીરજ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું

Related posts

જામનગર : ધ્રોલના ભુચરમોરીના શહિદવન મુકામે 45 મિનિટની યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઇ

cradmin

જેતપુર પાસે તત્કાલ ચોકડી પાસે બાઈક અકસ્માતમાં દંપતી ખંડિત, પત્નીનું કરુણ મોત

samaysandeshnews

બનાસકાંઠા : દાંતીવાડા વતી ઓપ્સ બેઝ સુઇગામ ખાતે સીવીક એક્શન પ્રોગ્રામ હેઠળ સરહદી વિસ્તારમાં રહેતા લોકો યુવાનોને રમતથી વાકેફ કરવા માટે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ

cradmin

Leave a Comment

error: Content is protected !!