સુરત : સુરતમાં ઓરિજીનલનાં નામે ડુપ્લિકેટ રેબન ગોગલ્સ પહેરાવતો દુકાનદાર ઝડપા: સુરતમાં ફેરિયા પાસેથી ખરીદેલાં ગોગલ્સ ઓરિજનલ રેબન હોવાનું કહી મોંધાભાવે વેચતાં એક વેપારીને અમદાવાદ CID ક્રાઇમની સી.આઇ.સેલએ રેઇડ કરી ધરપકડ કરી છે.
ભાગાતળાવની ધરમ કુર્તી પેલેસનાં ચોથા માળે આવેલી દુકાનમાંથી રેબનનું ડુપ્લીકેશન કરી બનાવાયેલા રૂ. 11.49 લાખની કિંમતનાં 1149 ગોગલસ અને રૂ. 4.50 લાખની કિંમતનાં ૯૦૦ કવર કબજે લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
પારેક્સ ઇન્ટેલ એક્ચ્યુઅલ સર્વિસીસના પ્રોપરાઈટર દર્શન પારેખે (ઓ, અમદાવાદ) અમદાવાદ CID ક્રાઇમની સી.આઇ. સેલને સાથે રાખી બુધવારે ભાગાતળાવ પાણીની ભીંત ઉપર આવેલી ધરમ કુરતી પેલેસના ચોથા માળે રેઇડ કરી હતી.
અહીં ગોગલ્સની દુકાન ધરાવતો પવનકુમાર સંપતરાવ જૈન રેબનને નામે બનાવટી ગોગલ્સ વેચતો હોવાની બાતમી મળી હતી. તેમની કંપનીને યુનાઇટેડ ઓવરસીસ ટ્રેડમાર્ક કુ. દ્વારા અપાયેલી ઓથોરિટીને પગલે અહીં રેઇડ કરવામાં આવી હતી.રેઇડમાં પકડાયેલા યુવાને કરેલી કબુલાત પ્રમાણે અલગ અલગ ફેરિયાઓ તેને આ માલ આપી જતાં હતા. પોલીસને આ નાની દુકાનમાંથી 1149 નંગ રેબનના ડુપ્લીકેટ ગોગલ્સ અને રેબન લખેલાં 900 કવર મળી આવ્યા હતા. અહીંથી બધું મળીને રૂ. 14.99 લાખની મતા કબજે કરવામાં આવી હતી.