રાજકોટ : રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા લોન મેળા અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો: વ્યાજખોરોથી બચાવવા સરકાર અને પોલીસ તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના ૧૦૫ લાભાર્થીઓને રૂપિયા ૧.૭૯ કરોડના લોન ચેક વિતરણ કરાયા
રાજકોટ જિલ્લાના ગોંડલ ટાઉનહોલ ખાતે ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસના સંયુક્ત ઉપક્રમે વ્યાજખોરો વિરુદ્ધ કરવામાં આવેલ કાર્યવાહી અને આમ જનતા માટે લોન મેળા આયોજન કરી લોનના ચેક વિતરણ કરવાનો રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા જળ સંપતિ અને પાણી પુરવઠા અન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા એ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી પોલીસ અને રાજ્ય સરકાર દ્વારા લોક દરબાર તેમજ લોન કેમ્પો કરી રાજકોટ જિલ્લાના ૧૦૫ લાભાર્થીઓને રૂપિયા ૧.૭૯ કરોડની લોનના ચેકો વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, વ્યાજખોરોના વિષચક્રમાં દબાયેલા લોકોને જાગૃત કરી બહાર લાવી વ્યાજખોરેથી બચાવી અને બીજા પરિવારો આ વ્યાજ ચક્રમાં ફસાઈ નહીં તે માટે રાજ્ય સરકાર ગૃહ વિભાગ અને આ પોલીસ તંત્ર દ્વારા ઝુંબેશ ચલાવી વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા લોક દરબારોનું આયોજન થયું. લોકોમાં જાગૃતતા આવી અને ગુનાઓ પણ દાખલ થયા ત્યારે પોલીસ તંત્ર અને સરકાર દ્વારા જરૂરિયાત મંદ લોકોને ધંધા રોજગાર માટે લોન કેમ્પો બેન્કોને સાથે રાખી પોલીસ તંત્ર મારફત યોજાયા છે. જેમાં રાજકોટ જિલ્લાના ૧૦૫ જેટલા પરિવારોને ૧.૭૯ કરોડ જેટલી રકમની લોન આપી પગભર કરવા પ્રયાસ કરાયો છે. આમ લોકો વ્યાજખોરોના ચક્રમાંથી મુક્ત રહે અને લોકો ફસાઈ ન જાય તે માટે જરૂરિયાતમંદ લોકોને ધંધા રોજગાર માટે લોન મળે સાથે સાથે લોકો આત્મનિર્ભર બને તેવો રાજ્ય સરકારનો અભિગમ છે.
મંત્રીશ્રીએ લોન મેળવતા લોકોને એમ પણ જણાવેલ કે, તમોને ધંધા રોજગાર માટે પોલીસ તંત્ર અને સરકારની દરમિયાનગીરીથી બેન્કો મારફત લોન અપાય છે, તે ભરપાઈ કરવા અંગે પણ જાગૃત રહેજો.
આ પ્રસંગે સાંસદ શ્રી રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે વ્યાજખોરોથી મુક્ત કરવા તથા બેંક લોન આપવામાં પોલીસ તંત્ર દ્વારા કામગીરી થઈ રહી છે ત્યારે લોકોને વેપારી સિસ્ટમમાં આવી વ્યાજખોરોથી બચી ધંધા રોજગાર વિકસાવીને લોકો જાગૃતતા કેળવે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઈ બોદરે વ્યાજખોરી ડામવા માટે પોલીસ દ્વારા યોગ્ય કામગીરી થઈ રહી છે તેનાથી લોકોમાં જાગૃતતા આવી છે અને લોકોને પોલીસ દ્વારા થતી કામગીરીથી રક્ષણ મળ્યું છે, તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા શ્રી જયપાલસિંહ રાઠોડ એ જિલ્લાભરમાં છેલ્લા બે મહિનામાં અલગ અલગ પોલીસ મથકો અને વિસ્તારોમાં ૧૯૫ જેટલા લોક દરબારોનું આયોજન કરી લોકોને વ્યાજખોરોથી મુક્ત કરવા પ્રયાસ કરાયા છે અને રાજકોટ જિલ્લામાં ૯૫ જેટલા લોન કેમ્પોનું આયોજન કરી આવેલી અરજીઓ માંથી ૧૦૫ લોન કેસ મંજૂર કરાવી આજે ચેક વિતરણ કરવામાં આવ્યા છે તે અંગે વિગતો આપી હતી.
કાર્યક્રમ પ્રસંગે મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા, સાંસદશ્રી રમેશ ભાઈ ધડુક, ગોંડલ ધારાસભ્યશ્રી ગીતાબા જાડેજા અને ધોરાજી-ઉપલેટા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા તેમજ સર્વ મહાનુભાવો હસ્તે લાભાર્થીઓને લોન ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ પ્રસંગે અગ્રણી શ્રી અશોકભાઈ પીપળીયા શ્રી ધીરુભાઈ ભાયાણી શ્રીભાવેશભાઈ વેકરીયા સુરેશભાઈ ક્યાડા શ્રી પ્રવીણભાઈ રૈયાણી શ્રી ગોપાલભાઈ ભુવા શ્રી ઉમેશ પાદરીયા મામલતદાર શ્રી નકુમ તેમજ જેતપુર ડીવાયએસપી શ્રી ડોડીયા ગોંડલ ડીવાયએસપી શ્રી કે જી ઝાલા જેતપુર ધોરાજી પાટણવાવ ઉપલેટા સહિતના પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.