રાજકોટ : ગોંડલ ના ધારાસભ્યના નેતૃત્વમાં ડુંગળીના ઘટેલા ભાવ સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત
મુખ્યમંત્રીશ્રીએ રજૂઆતને ખૂબ જ સંવેદના સાથે ગંભીરતાથી સાંભળીને ખેડૂતોને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવા તૈયારી દર્શાવી
ડુંગળીના ઘટી ગયેલા ભાવ સંદર્ભે ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેવા આજે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં એપીએમસીના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા, ડિરેક્ટર જીતુભાઇ જીવાણી, ડિરેક્ટર કચરા ભાઈ વૈષ્ણવ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ રજૂઆતને ખૂબ જ સંવેદના સાથે ગંભીરતાથી સાંભળી હતી અને ખેડૂતોને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવા તૈયારી પણ દર્શાવી હતી.
ડુંગળીના નીચા ભાવથી ખેડૂતોને થઈ રહેલા નુકસાનથી બચાવવા રાજ્ય સરકારે અગાઉ પણ સહાયની જાહેરાત કરી હતી. જેથી આ વખતે પણ સરકાર જરૂરી નિર્ણય લેશે તેવી એપીએમસીના હોદ્દેદારોએ આશા વ્યક્ત કરી છે.
ખેડુતોના હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હકારાત્મક પ્રતિભાવ આપેલ, જે માટે આગેવાનોએ અને ધારાસભ્યશ્રીઓએ માન મુખ્યમંત્રીશ્રીનો આભાર માનેલ છે.