પાટણ : પી.પી.જી. એક્સપેરી મેન્ટલ હાઇસ્કુલના શિક્ષકનું ઈનોવેશન રાજ્યકકક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું.
શિક્ષક ઝુઝારસંગ સોઢા ના નવાચાર થી ભૌતિક વિજ્ઞાનના સૂત્રો હવે ધોરણ -9 થી 12 ના વિદ્યાર્થીઓ નવી યુક્તિઓ અપનાવી ચપટીમાં યાદ રાખી શકશે.
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી,મુંબઈ સંચાલિત સમગ્ર પાટણ જિલ્લાની શિક્ષણ અને શિક્ષનેત્તર પ્રવુતિઓ માં અગ્રેસર એવી શાળા પી.પી.જી. એક્સપેરીમેન્ટલ હાઇસ્કુલ અને શ્રી વી. આર. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા પાટણના ઉત્સાહી એવા મદદનીશ ભૌતિક વિજ્ઞાન લેબ શિક્ષક શ્રી ઝુઝારસંગ નાથુસિંગ સોઢા દ્વારા ઈડર ડાયટ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં પોતાની ઇનોવેશન કૃતિ મૂકવામાં આવેલી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
સમગ્ર રાજ્યમાંથી આવેલ ઇનોવેશન કૃતિઓમાં આ કૃતિ ખૂબ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. ઇનોવેશનના વિષયમાં નવાચાર તરીકે ભૌતિક વિજ્ઞાન વિષયમાં ભૌતિક રાશિઓના આંતર સંબંધો યાદ રાખવામાં બાળકોને પડતી મુશ્કેલીઓ તથા કેટલીક ભૌતિક વિજ્ઞાનની રસપ્રદ યુક્તિઓને ખૂબ જ ટૂંકી રીતે બાળકોના માનસપટલ પર કઈ રીતે અંકિત કરી શકાય તેવો એક સુંદર પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવેલ ભૌતિક વિજ્ઞાન વિષય બાળકોને ખૂબ અઘરો પડે છે ત્યારે વિષય વસ્તુનું શિક્ષણ કાર્ય આપ્યા બાદ બાળકો રાશિઓના અંતર સંબંધોને સહજ રીતે યાદ રાખી શકતા નથી અને જ્યારે દાખલા ગણવાના હોય કે MCQ પ્રશ્નો સોલ્યુશન કરવાના થાય ત્યારે બાળકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે ત્રણ કે ત્રણ કરતાં વધુ રાશિઓના આંતર સંબંધોને કઈ રીતે સામાન્ય સૂત્રો દ્વારા યાદ રાખી શકાય. સામાન્ય ટ્રીક દ્વારા યાદ રાખી શકાય તથા કયાંક એક જ પ્રકારના પ્રશ્નો વચ્ચેની નાની ભેદ રેખા સ્પષ્ટ કરવા માટેની પ્રયુક્તિઓ આ ઇનોવેશન ફેસ્ટિવલમાં શિક્ષક શ્રી ઝુઝારસંગ સોઢા દ્વારા રજૂ કરવામાં આવેલ. સમગ્ર ગુજરાત રાજયમાંથી 2000 થી વધુ શિક્ષકો દ્વારા આ કૃતિને નિહાળી હતી અને પોતાના પ્રતિભાવો આપ્યા હતા .આગામી સમયમાં વિજ્ઞાન વિષયમાં ખાસ ભૌતિક વિજ્ઞાનના મુદ્દાઓને વધુ સરળ રીતે બનાવી શકાય તે ઉદેશ્યથી 120 જેટલી ભૌતિક રાશિઓનો અનુબંધ કરીને તેની એક ચોક્કસ PDF , QR CODE અને YouTube ચેનલના માધ્યમથી સમગ્ર જિલ્લા અને રાજ્યભરના વિદ્યાર્થીઓ તેમનો લાભ લઇ શકે તેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા બાળકોને ખૂબ ટુંકી ટિપ્સ મળી રહે તેવી ટ્રિક્સ ખરેખર NEET/JEE/GUJCET જેવી પરીક્ષામાં આશીર્વાદરુપ બની રહેશે. કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર તથા શ્રી રમણભાઈ વોરા અને રીડર સંજયભાઈ ત્રિવેદી દ્વારા પણ આઈનોવેશન કૃતિઓનું નિર્દેશન કરવામાં આવેલ અને દરેક શિક્ષકની કૃતિઓને બિરદાવવામાં આવેલ. કાંસા હાઈ સ્કૂલના શિક્ષક શ્રી
તેમજ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ નામાંકિત એવા રાજગોપાલ મહારાજા તેમજ ધોકાવાડા પે સેન્ટર શાળા ના ઉત્સાહી, મહેનતુ અને કર્મનિષ્ઠ શિક્ષક શ્રી નારણભાઇ આહીરે પણ ભાગ લીધેલ
આ ઇનોવેશન બદલ સમગ્ર જીસીઆરટી ની ટીમ અને ઇડર ડાયટ ની ટીમ દ્વારા શ્રી વી.એન. ગોસાઈ સાહેબની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર અને મોમેન્ટ થકી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઈનોવેશન રાજ્ય ક્ક્ષાએ પસંદ થવા બદલ સમગ્ર નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. પંચોલી સાહેબ તથા શાળાના આચાર્ય શ્રી ધનરાજભાઇ ઠકકર તથા સમગ્ર શાળા પરિવારે અભિનંદન આપી ઉજવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી