રાજકોટ : “મહિલા દિવસ”ની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન થતી રહેવી જોઈએ-મેયરશ્રી પ્રદીપ ડવ
મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી
શિક્ષણ, આરોગ્ય, રમતગમત, ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રોને ગૌરવંતીત કરનાર ૧૦૦ થીવધુ મહિલાઓને સન્માનિત કરાયા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
રાજકોટ તા. પ માર્ચ – મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી કરાઈ હતી જે અંતર્ગત શિક્ષણ, આરોગ્ય, રમતગમત, ઉદ્યોગ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ૧૦૮ બહેનોનું સન્માન કરાયું હતું.
મેયરશ્રી પ્રદીપભાઈ ડવએ આ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓને “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી એક દિવસ પૂરતી સીમિત રહેવાને બદલે સમગ્ર વર્ષ દરમિયાન થતી રહેવી જોઈએ. મેયર શ્રી ડવએ ઉમેર્યું હતું કે દીકરી ગર્ભમાં હોય ત્યારથી લઈને તેમના પોષણ, અભ્યાસ, રોજગાર, લગ્ન સહિતના જીવનના તમામ તબક્કામાં મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. આંગણવાડીની બહેનોનો ભારતના ભવિષ્યના ઘડતરમાં મહત્વપૂર્ણ ફાળો છે. આજની નારી પોતાનામાં વિશ્વાસ રાખીને સપના સાકાર કરવાની ક્ષમતા ધરાવે છે, ત્યારે જીવનના દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનવા માટે હું તમામ નારી શક્તિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
આમંત્રિતોના હસ્તે દીકરીના જન્મને વધાવવા પાંચ દીકરીને એક લાખ દસ હજારના વધામણાં કીટ અને વહાલી દીકરી યોજનાનો મંજૂરી હુકમનુ વિતરણ તેમજ પાંચ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અન્વયે રૂ.૧૨૫૦ માસિક સહાય મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહિલા વિકાસ પુરસ્કાર વિતરણ, સખી વન સ્ટોપ સેન્ટરના લોકાર્પણ, વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલ ૧૦૮ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીના અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સમારંભનુ આ પ્રસંગે જીવંત પ્રસારણ કરાયું હતું. ઉપસ્થિત બહેનોએ મુખ્યમંત્રીશ્રીના ઉત્સાહ પ્રેરક પ્રવચનનો આસ્વાદ લીધો હતો.
દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુ અને મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનીબેન દવેએ સ્વાગત ઉદબોધન કર્યુ હતું. ગાયનેકોલોજિસ્ટ ડો. શ્વેતા ત્રિવેદી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગના વડા ડો. રેખાબા જાડેજાએ પ્રસંગિક ઉદબોધન કર્યા હતા
આ પ્રસંગે આરોગ્ય વિભાગ, ૧૮૧ અભયમ, જિલ્લા બાળ સુરક્ષા,મહિલા અને બાળ વિકાસ વિભાગ સહિતના મહિલાલક્ષી યોજનાકીય સ્ટોલ્સ મુકવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ન્યાય અને કારોબારી ચેરમેનશ્રી મોહનભાઈ દાફડા,શિશુ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી જ્યોત્સનાબેન ટીલાળા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી,
પ્રાંત અધિકારી શ્રી કે. જી. ચૌધરી, જિલ્લા રોજગાર અધિકારીશ્રી ચેતન દવે, આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ મેનેજરશ્રી સાવિત્રી નાથજી, , સીઆઇઆઇના અગ્રણીશ્રી નમ્રતાબેન સહિત બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.