પોરબંદર : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે શ્રદ્ધા, આસ્થા અને પ્રેમના પ્રતિક સમાન
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ થીમ પર આયોજિત માધવપુર મેળાનો કેન્દ્રીય મંત્રીશ્રીઓ, ઉત્તર-પૂર્વ તેમજ ગુજરાતના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
મુખ્યમંત્રીશ્રીએ ઉત્તર-પૂર્વ અને ગુજરાતની સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતા પરંપરાગત અને પ્રાચીન આ મેળાને ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિક ગણાવતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી આપણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત‘ તરફ આગળ વધી રહ્યા છીએ.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ભારતના સાંસ્કૃતિક વારસાની પ્રસ્તુતિ સમા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં 150 થી વધુ કલાકારોએ સંગીત અને નૃત્યની ઝાંખી કરાવતી કૃતિઓ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.