જામનગર : જામનગરમાં પ્રથમવખત વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી નિમિતે ત્રિદિવસીય થિયેટર ફેસ્ટીવલ-૨૦૨૩ યોજાયો
જામનગર તા.૨૯ માર્ચ, ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગરના કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર અને જામનગર જીલ્લા યુવા વિકાસ અધિકારી સંચાલિત વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી નિમિતે જામનગરમાં પ્રથમવાર ત્રિદિવસીય થિયેટર ફેસ્ટીવલ-૨૦૨૩નું આયોજન તા.૨૬,૨૭,૨૮ માર્ચ ૨૦૨૩ દરમ્યાન દરરોજ રાત્રે ૯ કલાકે ધનવંતરી ઓડીટોરીયમ ખાતે કરવામાં આવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જેમાં પ્રથમ દિવસે થીયેટર પીપલ્સ જામનગર દ્વારા જય વિઠલાણી દિગ્દર્શિત “ અસ્તો માં સદગમય ”, રોહિત હરિયાણી દિગ્દર્શિત “મેરી ગો રાઉન્ડ” તથા રોહિત હરિયાણી દિગ્દર્શિત “અફલાતૂન” નામના નાટકો, દ્રિતીય દિવસે અદિતિ દેસાઈ દિગ્દર્શિત “અકુપાર( ગુજરાતી મંચ ઉપર જીવતું થતું ગીરનું જંગલ) ”, ત્રીજા દિવસે વિજય લીંબાચીયા દિગ્દર્શિત “લો અમે તો ચાલ્યા” નાટકો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મેયરશ્રી બીનાબેન કોઠારી,જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરિયા, કોર્પોરેટરશ્રી ક્રિષ્નાબેન સોઢા,જીલ્લા શિક્ષણાધિકારીશ્રી મધુબેન ભટ્ટ,માહિતી કચેરીના સીનીયર સબ એડિટરશ્રી પારૂલબેન કાનગડ,જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એમ.આઈ.પઠાણ,જીલ્લા રમત ગમત અધિકારીશ્રી બી.જે.રાવલીયા, માહિતી મદદનીશ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા,પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી બી.એ.જાડેજા,જીલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ પ્રમુખશ્રી મહેશભાઈ મુંગરા તેમજ બહોળી સંખ્યામાં નાગરિકજનોએ આ ત્રિદિવસીય થિયેટર ફેસ્ટીવલ નિહાળેલ હતો.