કચ્છ : ઊર્જા વિભાગે વીજ ખરીદી પેટે મુંદરા અદાણી પાવરને 18, 281 કરોડ ચૂકવ્યા
ગુજરાત રાજ્ના ઊર્જા વિભાગ દ્વારા છેલ્લાં ચાર વર્ષ 2. 5 મહિનામાં 34152 મિલિયન યુનિટ વીજ ખરીદીને રૂા. 18, 281 કરોડ અદાણી મુંદરા પાવર લિમિટેડને ચૂકવાયા હોવાનો ખુલાસો આજે વિધાનસભામાં ગૃહમાં થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના શૈલેષ પરમાર અને ચિરાગ પટેલ દ્વારા પુછાયેલા એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં ઊર્જામંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું કે, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. દ્વારા 6 ફેબ્રુઆરી 2007 અને 2 ફેબ્રુઆરી 2007ના અદાણી પાવર મુંદરા લિ. સાથે બીડ-1 અને બીડ-2 અંતર્ગત રૂા. 289 યુનિટ અને રૂા. 2. 35 યુનિટના લેવલાઇઝ્ડ દરે વીજ ખરીદ કરાર થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 15 ઓક્ટો, 2018થી ડિસે. 2020 સુધીમાં 22495 મિલિ. યુનિટ્સ વીજ સરેરાશ રૂા. 2. 96ના પ્રતિ યુનિટે ખરીદાઇ હતી. જે પૈકી અદાણી પાવર લિમિટેડને એનર્જી ચાર્જ પેટે રૂા. 6656 કરોડ અને ફિક્સ ચાર્જ પેટે રૂા. 2221 કરોડ મળીને કુલ રૂા. 8877 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. એ જ રીતે વર્ષ 2021 અને વર્ષ 2022માં 11656 મિલિયન યુનિટ્સ વીજળી ખરીદવામાં આવી હતી. આમ ગુજરાત સરકાર દ્વારા છેલ્લાં ચાર વર્ષ અને 2. 5 મહિના દરમિયાન અદાણી મુંદરા પાવર લિમિટેડ પાસેથી 34, 151 મિલિયન યુનિટ્સ ખરીદીને અદાણીને રૂા. 18, 281 કરોડ ચૂકવવામાં આવ્યા છે