Samay Sandesh News
શેર બજાર

Glenmark Life Sciences Ipo Opens On 26th July Grey Market Premium At 20 Percent Should You Subscribe Listing On Bse Nse

[ad_1]

Glenmark Life Sciences IPO: દેશની ટોચની ફાર્મા કંપનીઓમાંથી એક એવી ગ્લેનમાર્ક લાઇફ લાઇન્સિસ(Glenmark Life Sciences) નો IPO 27 જુલાઈ એટલે કે આવતીકાલે સબ્સક્રિપ્શન માટે ખુલશે. કંપનીએ પોતાના IPOની કિંમત 695-720 રૂપિયા રાખી છે. તેમાં તમે 29 જુલાઈ સુધી રોકાણ કરી શકો છો. ત્યાર બાદ તેનું સબ્સક્રિપ્શન બંધ થઈ જશે. તેની મૂળ કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડે મંગળવારે આ વાતની જાણકારી આપી છે. કંપનીએ પોતાના બિઝનેસને વધારવા અને મૂડીની જરૂરતોને પૂરી કરવા માટે ફ્રેશ ઈશ્યુ માર્કેટમાં ઉતારવા જઈ રહી છે. કંપનીની યોજના તેના દ્વારા લગભગ 1514 કરોડ રૂપિયા મેળવવાની છે.IPO માટે 20 શેરનો એક લોટ હશે. રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લોટ માટે અરજી કરી શકે છે. કંપની 1060 કોરડ રૂપિયાના નવા શેર બહાર પાડશે. જ્યારે તેની પેરન્ટ કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડ ઓફર ફોર સેલ દ્વારા 63 લાખ ઇક્વિટી શેર વેચશે. એન્કર રોકાણકારો માટે ઇશ્યૂ 26 જુલાઈએ ખુલશે. જાણકારી અનુસાર શેર બજારમાં ગ્લેનમાર્ક લાઈફનો શેર 6 ઓગસ્ટના રોજ એક્સચેન્જ પર લિસ્ટેડ થઈ શકે છે.કંપની QIB માટે 50 ટકા, 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો અને રિટેલ રોકાણકારો માટે 35 ટકા અનામત રાખશે. કંપની આ ઇશ્યૂ દ્વારા 1,513.6 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.ગ્રે માર્કેટમાં પ્રીમિયમઆઈપીઓ આવતા પહેલા ગ્લેનમાર્ક લાઈફ સાઇન્સિસ ગ્રે માર્કેટમાં નબળા પ્રીમિયન પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિષ્ણાંતોના કહેવા અનુસાર મજબૂત ફન્ડામેન્ટલ્સ અને ઉજ્જવળ ભવિષ્ય હોવા છતાં આ કંપનીનો શેર 135 રૂપિયાના પ્રીમિયન પર ટ્રેડ થઈ રહ્યો છે.API બિઝનેસ પર કંપનીની આવક નિર્ભરજણાવીએ કે, હાલમાં ગ્લેનમાર્ક ફાર્માની કંપનીમાં 100 ટકા હિસ્સેદારી છે. કંપની આવક માટે પોતાના એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિએન્ટ્સ (API) પર નિર્ભર છે. 2019માં કંપનીની 84.14 ટકા અને વર્ષ 2020માં 89.87 ટકા આવક API બિઝનેસમાંથી આવી હતી. તેના પોર્ટફોલિયોમાં 120 પ્રોડક્ટ્સ સામેલ છે.ગ્લેનમાર્ક લાઈફ સાઇન્સિસના IPO માં ગોલ્ડમૈન સૈક્શ, કોટક મહિન્દ્રા કેપિટલ, બોફા સિક્યોરિટીઝ, ડીએએમ કેપિટલ, બીઓબી કેપ્સ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ મુખ્ય સંચાલકો છે.

[ad_2]

Source link

Related posts

એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ દર કલાકે કેટલા રૂપિયા કમાય છે ? જાણીને આંખો પહોળી થઈ જશે

cradmin

Coronavirus Third Wave: કોરોનાની ત્રીજી લહેર ત્રાટકે તે પહેલાં અચૂક કરો આ મહત્વનું કામ

cradmin

શેર બજાર: શેર બજાર માં રોકાણ કરતી વખતે ધ્યાન માં રાખવાની બાબત

cradmin

Leave a Comment

error: Content is protected !!