Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : જામનગર પોલીસ મથકે થયેલી અરજી મુજબ શહેરના ભાટની આંબલી વિરતારમાં રહેતી હર્ષા ભરતભાઇ ભઠીજાણી નામની યુવતિએ.

જામનગર : જામનગર પોલીસ મથકે થયેલી અરજી મુજબ શહેરના ભાટની આંબલી વિરતારમાં રહેતી હર્ષા ભરતભાઇ ભઠીજાણી નામની યુવતિએ પટેલ કોલોની 11 નંબરમાં રહેતા શેરબજારનો ધંધો કરતા ધવલ દિનેશભાઈ સોલાણી નામના યુવાન સાથે એક વર્ષ પહેલા લવ મેરેજ કર્યાં હતા. ડિસેમ્બર મહિનામાં પતિ-પત્ની દુબઈ ફરવા ગયા હતા.

દુબઈમાં સ્થિત હોટલમાં પત્ની હર્ષાએ પતિ ધવલનો મોબાઈલ ફોન ચેક કરતા ધવલના અન્ય યુવતીઓ સાથે સંબંધ હોવાની જાણ થતા પતિ – પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો અને હર્ષા એકલી દુબઈથી જામનગર પરત આવી પોતાના માતા-પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી અને છેલ્લા ચાર મહિનાથી પિયરમાં જ રહેતી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

જે વાતને લઈ ગત રાત્રે પતિ ધવલ સોલાણી તેના ભાઈ અને મિત્રો સાથે યુવતીના ઘરે જઈ ઉગ્ર ભાષામાં પાછી ઘરે આવવા માટે ઝઘડો કર્યો હતો અને હર્ષાને માર માર્યો હતો યુવતિના માતા-પિતા અને ભાઈ વચ્ચે પડતા તેની સાથે પણ ઝપાઝપી કરી હતી.

અચાનક બૂમાબૂમ થતાં પાડોશીઓ દોડી આવ્યા હતા અને શાંતિથી મામલો થાળે પાડવા કોશિશ કરી હતી. ધવલ અને તેના મિત્રો ધમાલ મચાવીને હર્ષાના પરિવારને માર જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપ સાથે યુવતીનો પરિવાર રાત્રે પોલીસ મથકે પહોંચ્યો હતો અને ધવલ અને તેની સાથે આવેલા વિરુદ્ધ અરજી કરી હતી. યુવતિના પરિવાર અને પાડોશીઓએ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા શહેરભરમાં ચર્ચા જાગી છે.

Related posts

બોટાદ : વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બોટાદ દ્વારા બલિદાન દિવસ વંદે માતરમ સાંસ્કૃતિક કાર્યક્રમ સન્માન સમારોહ

cradmin

પાટણ જીલ્લાનાં સમી તાલુકાની પ્રેમચંદભાઈ પરમાર હાઈસ્કૂલમાં શિક્ષક અને કલાર્કશ્રીનો વય નિવૃત્તી વિદાય સમારંભ યોજાયો

samaysandeshnews

રાજકોટ જિલ્લા ના ધોરાજી માં ભારે વરસાદ થી ખેતરોમાં ઊભો પાક બળી ગયો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!