કચ્છ : રાપર પોલીસે નીલપર ગામે વાડી મા થી સાડા પાંચ લાખ નો અંગ્રેજી શરાબ ઝડપી પાડયો
ગાંધીધામ: બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની સુચના થી પૂર્વ કચ્છ પોલીસ ના રાપર તાલુકામાં શરાબ ની બદી સામે પગલાં લેવા માટે સુચના આપી હતી
ત્યારે રાપર પોલીસ ને મળેલી પૂર્વ બાતમીના આધારે નીલપર ખાતે થી એલસીબી અને રાપર પોલીસ ના દરોડા દરમિયાન રમેશ કુંભા રાકાણી નો શરાબ પકડી પાડયો હતો તેજ આરોપી ની નીલપર ના ભેડીયા પાસે આવેલ વાડી ના અંડર ગ્રાઉન્ડ ટાંકા મા વધુ શરાબ છુપાવી રાખી ગેરકાયદેસર વેચાણ કરે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
તે બાતમીના આધારે વહેલી સવારે પ્રોબેશન ડીવાયએસપી પી જે રેણુકા ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર પીઆઈ વી કે ગઢવી મુકેશ ચાવડા બાબુભાઈ કારોત્રા નરેશ ઠાકોર મુકેશ સિંહ રાઠોડ ભાઉભા સોઢા વિગેરે સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને હિટાચી અને જેસીબી દ્વારા ખોદકામ કરી અંડર ગ્રાઉન્ડ બનાવવા મા આવેલ ટાંકા મા થી જુદી જુદી બ્રાન્ડની વિદેશી ભારતીય બનાવટનો દારૃ નો જથ્થો મળી આવ્યો હતો આ જથ્થો
આરોપી રમેશ કુંભા રાકાણી ના ભેડિયા પાછળની વાડીમાંથી મળી આવેલ આરોપી સામે કલમ 65(a)(e), 116(b) 8198(2) મુજબ ગુનો દાખલ કર્યો હતો આરોપી રમેશ કુંભા રાકાણી ની વાડી ના કબજામાં ભૂગર્ભ ટાંકીમાં 750 મિલી ભારતીય બનાવટનો વિદેશી દારૂ હતો. બોટલ નં.1020 750 એમ એલ. રૂ.357000/- અને ક્વાર્ટરીયા નંગ-1728 રૂ.172800/- અને બિયરના ટીન નંગ-216 રૂ.21600/- કુલ રૂ.551400/- કુલ રૂ.551400/- રૂ. .100,000/- પાંચ મોટરસાયકલ નંબર જીજે 12 ઈડી 8524…જીજે 12 ઈએફ 0192 જીજે 12 બીઈ 1028 જીજે 24 એએલ 6664 એક નંબર વગર નું બાઈક મળી કુલ રૂ.651,400/- સહિત નો મુદામાલ કબ્જે કર્યો હતો વધુ તપાસ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી પીએસઆઇ જી બી માજીરાણા એ હાથ ધરી છે