Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : રાજ્ય સરકારના ‘પ્રોજેક્ટ તુષ્ટિ’ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં મોડેલ આંગણવાડીનું નિર્માણ થઈ રહ્યું છે

જામનગર : રાજ્ય સરકારના ‘પ્રોજેક્ટ તુષ્ટિ’ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં મોડેલ આંગણવાડીનું નિર્માણ થઈ રહ્યું છે: જામનગર ના લાલપુર તાલુકામાં ‘પોષણ અભિયાન’ અંતર્ગત નયારા એનર્જીના સહયોગથી 6 સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ કરાયું

જામનગર તા. 12 એપ્રિલ, રાજ્ય સરકાર દ્વારા ગત તા. 20 માર્ચ થી લઈને 3 એપ્રિલ સુધી ‘પોષણ પખવાડિયા કાર્યક્રમ’ ની ઉજવણી કરવામાં આવી હતી. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસના લક્ષ્યાંક સતત પ્રયત્નો કરવામાં આવી રહયા છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

જે અંતર્ગત, જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ‘પોષણ અભિયાન’ અંતર્ગત નયારા એનર્જીના સંકલનથી ચાલતા ‘પ્રોજેક્ટ તુષ્ટિ’ અને જિલ્લા આઈ. સી. ડી. એસ. કચેરીના માર્ગદર્શન હેઠળ રિફાઈનરીના આજુબાજુના ગામમાં કુલ 6 જેટલી ‘સ્માર્ટ મોડેલ આંગણવાડી’ નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં મોડપર- 65, મોડપર- 66, મીઠોઈ- 63, ઝાંખર- 61, સીંગચ-58 અને સીંગચ- 60 માં બાળકોના આરોગ્ય અને વિકાસના હેતુસર અત્યાધુનિક મોડેલ આંગણવાડી નિર્માણ પામી છે.

તમામ આંગણવાડી કેન્દ્રોની અંદરની દીવાલ અને બહારની દીવાલો પર આકર્ષક કલરકામ કરાયું છે. દીવાલો પર કરાયેલા આકર્ષક આઈસ પેઈટીંગે કેન્દ્રોની શોભા વધારી છે. આંગણવાડી કેન્દ્રોમાં સ્માર્ટ ટી.વી. ની સાથે બાળકોને ગમ્મત સાથે જ્ઞાન વધે તેવા રમકડાંઓ ઉપલબ્ધ છે. કેન્દ્ર પર ટેબલ ખુરસીથી લઈને જરૂરી તમામ ફર્નિચર, ફળો, શાકભાજી, રંગ અને આકાર દર્શાવતા માહિતીસભર ચાર્ટ્સ મુકવામાં આવ્યા છે.

તેમજ, બાળકોના જ્ઞાન અને વિકાસમાં મદદરૂપ થાય તેવા ઉચ્ચકક્ષાના સાધનો- ટૂલ્સ વડે આંગણવાડી કેન્દ્રો સુસજ્જિત બન્યા છે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર, જે. એસ. આઈ. આર. એન્ડ ટી. ઈન્ડિયા ફાઉન્ડેશન દિલ્હી, જિલ્લા આઈ. સી. ડી. એસ. શાખા અને આંગણવાડી વિભાગ દ્વારા બાળકોને સતત વિકાસ વધે તે હેતુથી અનેકવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે..

Related posts

એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજમાં ‘મેડીકલ કોન્ફરન્સ Fontanalle-2023’ નું આયોજન કરવામાં આવ્યું

cradmin

મુખ્યમંત્રી રૂપાણીએ નફ્ફટ ગણાવતા અમિત ચાવડાએ શું કર્યો વળતો પ્રહાર?

cradmin

ક્રાઇમ: ખંભાળિયાના વાડીનારમાંથી મૉબાઈલ ચોરી અંતર્ગત બે શખસોની અટકાયત

cradmin

Leave a Comment

error: Content is protected !!