Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ લાવવા રાજ્ય સરકારનું વિશેષ આયોજન

જામનગર : નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ લાવવા રાજ્ય સરકારનું વિશેષ આયોજન: આગામી તા.૨૭ એપ્રિલ સુધી જિલ્લામાં સ્વાગત કાર્યક્રમો યોજાશે

જિલ્લામાં યોજાનાર સ્વાગત કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

જામનગર: નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા.૨૪ એપ્રિલ, ૨૦૦૩ના રોજ સ્વાગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. રાજ્યમાં સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થતાં “સ્વાગત સપ્તાહ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ કરવામાં આવે તે પ્રશ્નોનું ત્વરાથી હકારાત્મક રીતે નિરાકરણ થાય તે માટે વિશેષ પ્રયાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે.આ સ્વાગત કાર્યક્રમ વધુ સુદ્રઢ બને અને તેનો લાભ છેવાડાના નાગરિકોને અસરકારક રીતે મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહે તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ગ્રામ્ય અને તાલુકા સ્વાગત કાર્યક્રમના આયોજન અંગેની સમીક્ષાઓ કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

સ્વાગત સપ્તાહ અંતર્ગત તા.17/04/23 સુધી ગ્રામ્ય કક્ષાએ વિવિધ 24 સ્થળોએ ખાસ કેમ્પનું આયોજન કરી અરજીઓ સ્વીકારવામાં આવશે જ્યારે તા.24 એપ્રિલથી 26 એપ્રિલ દરમિયાન વિવિધ તાલુકા મથકોએ સ્વાગત કાર્યક્રમ યોજાશે જેમાં જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.તેમજ તા.27 એપ્રિલના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે.

Related posts

ક્રાઇમ: બંગાળમાં પોલીસે નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ કર્યો, 10 લાખની કિંમતનો 100 કિલો ગાંજો જપ્ત કર્યો

cradmin

નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વનું રિહર્સલ યોજાયું

samaysandeshnews

સુરત : સુરતમાં 2 વર્ષની માસૂમ બાળકીને શ્વાનોએ ફાડી ખાધી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!