Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતની દરિયાઇ સુરક્ષા વધુ મજબૂત બનાવાશે: વિકાસ સહાય

ગુજરાતની દરિયાઇ સુરક્ષા વધુ મજબૂત બનાવાશે: વિકાસ સહાય

રાજયમાં પોરબંદર સહિત દરિયાકાંઠામાં બે દિવસ ચાલેલા સાગર સુરક્ષા કવચ બાદ રાજયના ડીજીપી વિકાસ સહાયે પોરબંદર કોસ્ટગાર્ડ હેડકવાટર્સ ખાતે ઉચ્ચ સુરક્ષા અધિકારીઓની બેઠક યોજી હતી આ બેઠકમાં ડીજીપી વિકાસ સહાયે જણાવેલ કે દરિયાઇ સુરક્ષા સૌથી મહત્વની છે. ગુજરાતની દરીયાઇ સુરક્ષાને હજુ વધુ મજબૂત બનાવવામાં આવશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

રાજ્યભરમાં દરિયા કાંઠે બે દિવસ સુધી ચાલેલા ઓપરેશન સાગર રક્ષા કવચ બાદ ગુજરાતનાં ડીજીપી વિકાસ સહાયએ પોરબંદર કોસ્ટગાર્ડ ખાતે વિવિધ સુરક્ષા એજન્સીઓનાં અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી અને દરીયાઈ સુરક્ષા બાબતે ચર્ચાઓ કરી હતી. ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતુ કે તાજેતરમાં જ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને રાજ્યનાં ગળહમંત્રી હર્ષ સંધવીની અધ્યક્ષતાને વિવિધ સુરક્ષા એજન્સીઓની બેઠક યોજી હતી. જેમાં રાજ્યની વિવિધ સુરક્ષા એજન્સીઓનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં દરીયાઈ સુરક્ષા બાબતે કોસ્ટલ એરીયા માટે તાલમેલ જળવાઈ રહે તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. દરીયાઈ સુરક્ષાની જમીની હકીકત મેળવવા માટે અને નવી પોલીસી તૈયાર કરવા માટે પોલીસ, જીએમબી, ફીશરીઝ સાથે જિલ્લા કક્ષાએ જ બેઠક યોજાઈ તેમજ દરીયાઈ પડકારોને જાણવા માટે કોસ્ટગાર્ડ સાથે સંકલન કરવામાં આવ્યું હતું અને ૧૫ કલાક સુધી કોસ્ટગાર્ડનાં શીપમાં રહી અને દિવસ અને રાતનાં બન્ને પડકારોને જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેનાથી અનેક નવી બાબતો જાણવા મળી છે.

આ બાબતે સુરક્ષા અધિકારીઓ સાથે જયારે મીટીંગથશે ત્યારે અત્યારે જે પરિસ્થિતી જાણી તે મુજબ સુરક્ષા બાબતે આયોજન કરવામાં આવશે. દરીયાની સુરક્ષા માત્ર ગુજરાતપુરતી નથી, સમગ્ર દેશ માટે મહત્વની. દરીયાઈ સુરક્ષા એક રોબર્ટ સિસ્ટમ બને તેમજ દરેક સુરક્ષા એજન્સીઓ સાથે મળી અને દરીયાઈ સુરક્ષા વધુ મજબુત બનાવવામાં આવશે તેમ ડીજીપી વિકાસ સહાયએ જણાવ્યું હતું.

રાજ્યનાં ડીજીપી વિકાસ સહાયે કોસ્ટગાર્ડ ખાતે ઉચ્ચસ્તરીયા બેઠકમાં કોસ્ટગાર્ડનાં ડીઆઈજી સહિતનાં અધિકારીઓ તેમજ એડીજીપી ઈન્ટેલીન્સ બ્યુરો અનુપસિંહ ગેહલોત, એડીજીપી એટીએસ અમિતકુમાર વિશ્વકર્મા, જુનાગઢ રેન્જ આઈજીપી મયંકસિંહ ચાવડા, રાજકોટ રેન્જ આઈજી અશ કુમાર યાદવ, જુનાગઢ એસપી કરણરાજ વાઘેલા, પોરબંદરનાં એસપી શૈફાલી બરવાલ, ગીર-સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા, જામનગરનાં એસપી પ્રેમસુખ દહેલુ, દેવભૂમિ દ્વારકા એસપી નિતેષ પંડ્યા, એસપી મરીન ટાસ્ક ફોર્સ ઈમ્તીયાઝ શેખ, એસીઆઈ જુનાગઢ એમ. પી. સોલંકી, એસીઆઈ રાજકોટ એસ. એમ. ધાંધલ, લેફટન્ટ કમાન્ડન્ટ કોસ્ટલ સિકયુરીટી નેવી રાહુલ શર્મા, આસીસ્ટન્સ કમિશ્નર ઓફ કસ્ટમ પી. કે. દાસ, પોર્ટ ઓફીસર પોરબંદર એ. કે. મીશ્રા સહિતનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

Related posts

કલેકટરશ્રી ડો.સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી

samaysandeshnews

કચ્છ : ભુજ તાલુકાના કુકમા અને નારણપર(રાવરી) ગામના ગેરકાયેદસર દબાણો તોડી પાડતું વહીવટીતંત્ર

cradmin

ધાંગધ્રા નરાળી ગામ માં બોગસ ડોકટરની ધમધમતી હાટડી સ્ટિંગ ઓપરેશનમાં ડોક્ટર થયો કેમેરામાં કેદ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!