જુનાગઢ : સોમનાથ ઓડિટોરિયમ ખાતે ભાષાકીય આદાનપ્રદાનનો સેમીનાર યોજાયો
ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીના તામિલનાડુ ખાતેના સંસ્મરણો તાજા કર્યા
ગુજરાતી અને તમિલ વિદ્યાર્થીઓ વચ્ચે ભાષા અને સંસ્કૃતિના આદાન પ્રદાન માટે કાર્યશાળા અંતર્ગત સૌરાષ્ટ્રી ભાષા પર વ્યાખ્યાન યોજાયું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ દ્વારા રામેશ્વરમ અને સોમનાથ એકબીજાને મળ્યા હોય તેવું અનુભવાય છે
શ્રી સાંઈરામ દવે
સોમનાથ મંદિરના પ્રાંગણમાં ઓડિટોરિયમ ખાતે ગુજરાતી અને તમિલ વિદ્યાર્થીઓ વચ્ચે ભાષા અને સંસ્કૃતિના આદાન-પ્રદાન માટે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે વક્તા શ્રી સાંઈરામ દવેએ પરંપરાઓ, જીવન પદ્ધતિ, ખાનપાન વગેરેના આદાન-પ્રદાન થકી સૌરાષ્ટ્ર અને તમિલનાડુના સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે સૌરાષ્ટ્ર અને તમિલનાડુના આ સંગમ કાર્યક્રમને રામેશ્વર અને સોમનાથ જાણે એકબીજાને મળ્યા હોય તેમ લાગે છે તેવી ભાવના વ્યક્ત કરી હતી. ભાષા અને સંસ્કૃતિની આપ-લે સાથે શૈલી વિશે સમજાવતા શ્રી સાંઈરામ દવેએ ગુજરાતી અને તમિલ ભાષામાં ગીત રજૂ કર્યું હતું.
વક્તા શ્રી પ્રેમકુમાર રાવે હજાર વર્ષ પહેલા બોલાતી સૌરાષ્ટ્રની ભાષા, સૌરાષ્ટ્રી કે જે હાલ પણ સૌરાષ્ટ્ર તમિલ પરિવારોમાં બોલાય છે તેના વિશે એક સંશોધન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભાષાકીય ઓળખ, તેના મૂલ્યો તે દરેક સમુદાયમા જુદા પડતા હોય છે, અનેક ભાષાઓ માત્ર જ્ઞાતિ કે સમુદાયમાં બોલાતી હોવાથી એ લુપ્ત થતી ભાષાઓ તરીકે જોવા મળે છે. સૌરાષ્ટ્રી પણ માત્ર સૌરાષ્ટ્ર તમિલોના પરિવારમાં બોલાતી ભાષા છે તે કોઈ રાજ્યભાષા ન હોવાના કારણે અને તેના પર તમિલની અસર હોવા સાથે આ ભાષા હવે લુપ્ત થતી જાય છે.
ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે તેમના પૂર્વજ અને તમિલનાડુના પ્રથમ ગવર્નર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના તામિલનાડુ ખાતેના સંસ્મરણો તાજા કર્યા હતા, સાથે જ તેમણે સૌરાષ્ટ્ર અને તમિલનાડુના આ ઐતિહાસિક સંબંધને જાળવવા અને આગળ વધારવા માટે આવા કાર્યક્રમો યોજાતા રહે તેવો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સંશોધનપત્રોના પુસ્તક ‘વાક્યાર્થ જ્યોતિ’ના ચોથા અંકનું વિમોચન કરાયું હતું. વિદ્યાર્થીઓ માટે કાર્યશાળા બાદ વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા ખાસ પ્રદર્શન રાખવામાં આવેલ હતું, જેનો બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
આ કાર્યશાળામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી ગીરીશભાઈ ભીમાણી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વી.સી.શ્રી લલિતભાઈ પટેલ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરના તેમજ શ્રી ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વી. સી તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ-શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.