પાટણ : અમદાવાદ ઘી-કાંટા કોર્ટ ના ભરપોષણના ગુન્હામાં સજા પામેલ અને પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ ફરારી કેદી ને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ પાટણ
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ,સરહદી રેન્જ, ભુજ તથા
પોલીસ અધિક્ષક શ્રીવિજય પટેલ સાહેબ પાટણનાઓએ પાટણ જીલ્લામાંથી પેરોલ રજા,ફર્લો રજા તેમજ વચગાળાના જામીન ઉપર છુટી જેલ ફરાર થયેલ હોય તેવા કેદીઓને પકડી પાડી પરત જેલ હવાલે કરવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ એકશન પ્લાન બનાવી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
એસ.ઓ.જી. ની ટીમ પાટણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે અમદાવાદ ઘી-કાંટા કોર્ટ ના કેશ નંબર-૫૫૧૭/૨૦૧૭ ના કામે ૫૪૦ દિવસની કેદ ની સજા પામેલ કેદી નામદાર ગુજરાત હાઇકોર્ટના હૂકમ આધારે તા.૧૭/૦૫/૨૦૨૨ ના રોજ પેરોલ રજા ઉપર અમદાવાદ સાબરમતી જેલથી મુક્ત થયેલ જે આરોપીને તા.૦૧/૦૬/૨૦૨૨ ના રોજ જેલ ઉપર હાજર થવાનું હોઇ જે કેદી જેલ ઉપર પરત હાજર થયેલ નથી અને આ કેદી હાલમાં પાટણ નવા બસ સ્ટેશન પાસે ઉભેલ છે જેથી આ કેદી હાલમાં ફરારી હોઇ તાત્કાલિક સદરી કેદીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી બાકીની સજા કાપવા સારૂ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલી આપેલ છે.
પકડાયેલ ફરારી કેદીનુ નામ-સરનામુ:- (૧) રાફુચા(દેવીપુજક) સંજયભાઇ બાલાભાઇ વીરજીભાઇ રહે. રાજકોટ છોટુનગર મફતીયાપુરા હનુમાનમઢી રૈયા રોડ તા.જી.રાજકોટ મુળ રહે રાફુ તા.સમી જી.પાટણ
બાતમી મેળવનાર કર્મચારીઓની વિગત:- (૧) એ.એસ.આઇ. હર્ષદભારથી કાળુભારથી
(૨) અ.પો.કો. સંજયકુમાર કરમસિંહભાઇ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓની વિગત:-
(૧) શ્રી આર.જી.ઉનાગર ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.ઓ.જી.પાટણ
(૨) શ્રી એચ.ડી.મકવાણા પો.સબ ઇન્સ. એસ.ઓ.જી.પાટણ
(૩) એ.એસ.આઇ. હર્ષદભારથી કાળુભારથી
(૪) અ.હેઙ.કો. કુલદીપકુમાર લક્ષ્મીદાસ
(૫) અ.પો.કો. સંજયકુમાર કરમસિંહભાઇ
(૬) અ.પો.કો. વિજયસિંહ રંભીજી
(૭) ડ્રા.પો.કો. વિક્રમસિંહ પરાગજી