Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : જામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સહિત 3 જગ્યાએ આક્રોશભેર કોંગ્રેસનું પૂતળાં દહન કરતું બજરંગ દળ

જામનગર : જામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સહિત 3 જગ્યાએ આક્રોશભેર કોંગ્રેસનું પૂતળાં દહન કરતું બજરંગ દળ

કર્ણાટકમાં કોંગ્રેસના નેતા દ્વારા બજરંગદળ પર પ્રતિબંધ મૂકવાના વાહિયાત નિવેદનને લઈને બજરંગ દળ ખફા

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

જામનગર : હાલ કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેના નેતાઓ હિન્દુ વિરોધી વાહિયાત વાતો કરી બજરંગ દળ સામે પોતાની હિન્દુ વિરોધી માનસિકતા દેખાડી આતંકી સંગઠન પીએફઆઇ સાથે સરખાવી પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યું છે ત્યારે દેશભરમાં બજરંગ દળના યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે તેને પગલે જામનગરમાં પણ બજરંગ દળના યુવકો દ્વારા કોંગ્રેસ કાર્યાલયો સામે પૂતળા દહન કરી દેખાવો કરવામાં આવ્યા છે.

જામનગરના ટાઉનહોલ ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય પાસે જ બજરંગ દળના અગ્રણી કાર્યકરોએ એકત્ર થઈ કર્ણાટક કોંગ્રેસના નેતા દ્વારા આતંકી સંગઠન સાથે બજરંગ દળને સરખાવી હિન્દુવિરોધી માનસિકતાના નેતાઓ ધરાવતી કોંગ્રેસનો વિરોધ કરી તેના પૂતળાંનું દહન કર્યું હતું બાદમાં લીમડા લાઈન ખાતે આવેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પાસે પણ બજરંગ દળના કાર્યકરો દ્વારા કોંગ્રેસની નનામી કાઢી જાહેરમાં કોંગ્રેસના પૂતળા સાથેની અર્થીને અગ્નિસંસ્કાર આપી “રામ નામ સત્ય હૈ કોંગ્રેસ અસ્ત હૈ” ના નારાઓ લગાવી આકરોશભેર વિરોધ કરવામાં આવ્યો હતો.


બજરંગ દળ ના કાર્યકરોએ જામનગરમાં વિરોધ પ્રદર્શન કરી અને ચીમકી આપી છે કે, રાષ્ટ્રના હિતમાં હિન્દુત્વની વિચારધારા સાથે કામ કરતા બજરંગ દળના રાષ્ટ્રવ્યાપી સંગઠન સામે વાહિયાત વાતો કરી મત અંગે કરવા નીકળેલી અને હાર ભાળી ગયેલી કોંગ્રેસને તેની ઓકાત યાદ કરવી જોઈએ.

બજરંગ દળ સામે ખોટા આક્ષેપો અને આતંકવાદી સંગઠનો સાથે સરખાવવાની ચેષ્ટા કરવામાં આવશે તો કોંગ્રેસને ઈટ નો જવાબ પથ્થરથી આપવામાં આવશે. હિન્દુઓના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં બજરંગ દળને કોઈ પણ પરિબળો રોકશે તો બજરંગ દળ બજરંગ બલીના આદર્શોને ધ્યાનમાં રાખી તેની સામે પ્રતિકાર પણ કરી શકે છે. જેથી સાનમાં સમજી જવા બજરંગ દળ ના કાર્યકરોએ આ તકે જણાવ્યું હતું.
જામનગર શહેરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય અને શહેર કોંગ્રેસ કાર્યાલય ઉપરાંત લાલ બંગલા સર્કલમાં ત્રણ સ્થળોએ કોંગ્રેસ ના વાહિયાત નિવેદન અને બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાત સામે બજરંગ દળના કાર્યકરોએ એકત્ર થઈ બબ્બે પૂતળા દહન કરતા રસ્તા ઉપર ચકાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

Related posts

નવસારી એલસીબી પોલીસે મહુવા પોલીસની મદદથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ચાલકને ઝડપી પાડયો

samaysandeshnews

Technology: સુરતનાં 50 જ્વેલર્સે દિવસ રાત મહેનત કરી, સોનું-ચાંદી અને ડાયમંડમાંથી તૈયાર કર્યું નવું સંસદ ભવન

cradmin

આઈ.ટી.આઈ. પાટણ ખાતે જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!