જામનગર : જામનગરમાં અંધઆશ્રમ આવાસ કોલોની વિસ્તારમાંથી એલસીબી ની ટીમે કુટણખાનું ઝડપી પાડ્યું: પુરુષ ગ્રાહકોને સંતોષવા માટે પશ્ચિમ બંગાળથી બે યુવતીઓને બોલાવાઇ: બે પુરુષ ગ્રાહકો પણ મળી આવ્યા
જામનગરમાં અંધાશ્રમ આવાસ કોલોની માં રહેતી એક મહિલા દ્વારા પોતાના રહેણાક મકાનમાં દેહ વિક્રીય નો વેપાર કરવા માટે કુટણખાનું ચલાવાતું હોવાની બાતમીના આધારે ગઈ રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જે કુટણખાનામાંથી બે પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે પશ્ચિમ બંગાળથી બોલાવાયેલી બે યુવતીઓ પણ મળી આવી હતી. પોલીસે કોટણખાનું ચલાવનાર મહિલા અને બે પુરુષ ગ્રાહકોની અટકાયત કરી લઈ કુટણખાનામાંથી રોકડ રકમ- કોન્ડોમ સહિતનું સાહિત્ય કબજે કર્યું છે.
આ દરોડા ની વિગત એવી છે કે જામનગરમાં અંધાશ્રમમાં આવાસ કોલોની ના બ્લોક નંબર ૩૩-૧ માં રહેતી નીતાબેન મહેન્દ્રભાઈ ઉર્ફે દલુ માવજીભાઈ વાળા નામની મહિલા કે જે સિલાઈ કામનો વ્યવસાય કરે છે, પરંતુ તેની આડ માં કુટણખાનું ચલાવી રહી છે અને પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે બહારના રાજ્યમાંથી યુવતીઓને બોલાવી પોતાના રહેણાંક મકાનમાં દેહવિક્રિયનો વ્યવસાય ચલાવવામાં આવી રહ્યો છે, તેવી બાતમીના આધારે એલસીબી ની ટીમે ગઈ રાત્રે દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન ઉપરોક્ત રહેણાંક મકાનમાંથી બે પુરુષ ગ્રાહકો મળી આવ્યા હતા, જેના માટે બે યુવતીઓને હવસ સંતોષવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન પશ્ચિમ બંગાળના કલકત્તામાંથી બે યુવતીઓને બોલાવવામાં આવી હતી, જેમાં એક યુવતી એક સપ્તાહ પહેલા આવી હતી, જ્યારે બીજી યુવતી ગઈકાલે જ આવી હતી, અને પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટની વ્યવસ્થા પૂરી કરવામાં આવી હતી.
એલસીબી ની ટીમે ઉપરોક્ત રહેણાંક મકાનમાંથી નીતાબેન ઉપરાંત બે પુરુષ ગ્રાહકો જેમાં જામનગરમાં સિલ્વર સોસાયટી ટીટોડી વાળી વિસ્તારમાં રહેતા સલીમ ઈકબાલભાઈ પિંજારા ઉંમર વર્ષ ૨૪, તેમજ મૂળ અર્નાકુલમના વતની અને હાલ જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતા નિખીલ જયધવન નામના ૨૧ વર્ષના શખ્સ ની અટકાયત કરી લીધી હતી. એલસીબીની ટીમે કુટણખાનામાંથી વેશ્યાગીરીનો ધંધો કરાવી તેમાંથી એકત્ર કરાયેલી રૂપિયા ૧૭૦૦ ની રોકડ રકમ બે નંગ મોબાઈલ ફોન તેમજ પાંચ નંગ કોન્ડમ સહિતની સામગ્રી કબજે કરી હતી. જ્યારે બે પરપ્રાંતીય યુવતીઓ કે તેઓના નિવેદન નોંધી તેઓને સાક્ષી બનાવાઈ છે, અને આ મામલે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં આઇપીસી કલમ ૩૭૦-૩ તથા ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્સન રક્ત ૧૯૫૬ ના કાયદાની કલમ૩-૧,૪-૧,૫-૧બી,૬-૧ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.