જામનગર : અન ડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુન્હામાં ગયેલ રોકડા ૩-૪૨,૦૦૦/- સાથે આરોપીને પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ
જામનગર શહેરમા બનતા સાદી ચોરી તેમજ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબની સુચના અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્રસિંહ બી. સોલંકી સાહેબ તથા પોલીસ ઇન્સપેકટર શ્રી એન.એ.ચાવડા સાહેબના માર્ગદશન મુજબ સીટી એ ડીવી. પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના માણસોપોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. ખોડુભા કનુભા જાડેજા તથા રૂષીરાજસિંહ લાલુભા જાડેજાનેતેમના અંગત બાતમીદારોથી સંયુક્ત માહીતી મળેલ કે,જામનગર સીટી એ ડીવી પો.સ્ટે. ના ગુ.ર.ન ૧૧૨૦૨૦૦૮૨૩૦૭૨૮ ઇ.પી.કો કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબના કામે ચોરીમાં ગયેલ રોકડા રૂપીયા સાથે એક ઇસમ મહાપ્રભુજીની બેઠક પાસે આટા ફેરા મારે છે અને તેની પાસે ઘણા રૂપીયા છે જેને શરીરે કાળા કલરનો શર્ટ તથા કાળા કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છેજેહકિકત આધારે આરોપી સમીર રફીકભાઇ ખાખી જાતે ચાકી ઉવ.૨૦ ધંધો. મજુરી રહે. ખોજાના નાકે મચ્છીપીઠ ખોજા બોર્ડીંગની બાજુમાં જામનગર વાળાને ઘરફોડ ચોરીમાં ગયેલ મુદામાલનારોકડારૂ-૪૨,૦૦૦/-સાથે પકડી પાડીજામનગર સીટી એ ડીવી.પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૦૨૦૦૮૨૩૦૭૨૮ ઈપીકો કલમ ૩૮૦,૪૫૪,૪૫૭મુજબના ગુન્હાના મુદામાલ તરીકે કબ્જે કરી ઘરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનો ડીટેક્ટ કરેલ છે.
આ કામગીરી પોલીસ ઇન્સ.શ્રી એન.એ.ચાવડા સાહેબ તથા પો.હેડ.કોન્સ દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા તથા મહિપાલસિંહ મયુરસિંહ જાડેજા તથા રવિરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા તથા શૈલેષભાઇ કાંતીલાલ ઠાકરીયા તથા સુનીલભાઇ અરજણભાઇ ડેર તથા મહેન્દ્રભાઇ રમેશભાઇ પરમાર તથા પો.કોન્સ શિવરાજસિંહ નટુભા રાઠોડ તથા રૂષીરાજસિંહ લાલુભા જાડેજા તથા ખોડુભા કનુભા જાડેજા તથા રવિભાઇ ગોવિંદભાઇ શર્મા તથા વિરેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા તથા વિજયભાઇ બળદેવભાઇ કાનાણી દ્રારા કરવામા આવેલ છે