Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝપાટણશહેર

પાટણ : સરસ્વતી તાલુકાના કાનોસણ ગામે સસ્તા અનાજની દુકાન ધરાવતા ઈસમે ઝેરી દવા ગટગટાવી.

પાટણ  : સરસ્વતી તાલુકાના કાનોસણ ગામે સસ્તા અનાજની દુકાન ધરાવતા ઈસમે ઝેરી દવા ગટગટાવી. :પરમાર કાંતિભાઈ વીરાભાઇ એ ગામના ઠાકોર લોકો નાં ત્રાસ થી ઝેરી દવા પી આત્મહત્યા ની કોશિશ કરી હોવાની ફરિયાદ નોંધાઈ

પાટણ જિલ્લાનાસરસ્વતી તાલુકાના કાનોસણ ગામે સસ્તા અને દુકાન ધરાવતા કાંતિભાઈ પરમારની દુકાન ઉપર થી કોઈએ રાશન ન લેવાની ધમકી આપી કાંતિભાઈ પરમાર ની રાશનની દુકાન બંધ કરાવવા સહિત નો માનસિક ત્રાસ ગુજારતા ગામના માથાભારે ઠાકોર ઈસમો ના કારણે કાંતિભાઈ પરમારે ગતરોજ પાટણ શહેરના ગાંધી બાગ ખાતે જીરી દવા પી લેતા અને આ બનાવવાની જાણ પરિવારજનોને થતા કાંતિભાઈ પરમારને તાત્કાલિક સારવાર છે

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડી ગામના માથાભારે ઠાકોર ઈસમો ના નામ જોગ પોલીસ ફરિયાદ નોંધાવતા કાનોસણ ગામમાં સનસનાટી મચી જવા પામી છે.

આ બાબતે મળતી હકીકત મુજબ સરસ્વતી તાલુકાના કાનોસણ ગામે વર્ષો થી કાંતિભાઈ પરમાર સસ્તા અનાજની દુકાન ચલાવે છે જે અનુ જાતિ ના હોય ગામ માં ઠાકોર સમાજ ની વસ્તી બહુમતી માં છે અનુ જાતિ ના લોકો ના 15 જેટલા મકાનો છે. અને અનુ જાતિ ના કાંતિભાઈ સસ્તા અનાજની દુકાન ચલાવે કે તેમના ત્યાં અનાજ લેવા જવું તે ગામ લોકો ને ગમતું ન હોય છેલ્લા બે વર્ષથી સસ્તા અનાજની દુકાન બંધ કરાવવા માટે ગામ લોકો પ્રયત્ન કરતા હતા અને એમાં ઠાકોર સમાજ ના લોકો ને સફળતા પણ મળી ગામ ના અંદાજે 400 થી વધારે રેશનકાર્ડ ધારકો માંથી 200 કાર્ડ ધારકો તો અનાજ લેવા આવતાં જ નથી કારણ કે ગામે નક્કી કર્યું કે જે અનુ જાતિ નો હોય તેજ કાંતિભાઈ ની દુકાને લેવા જાય બીજી બાજૂ કાંતિભાઈ મામલતદાર થી લઈ સી એમ સુઘી રજુવાત કરવા છતાં રાજકીય દબાણ ના કારણે કોઈ પરિણામ ના મળતા અને દીવસે ને દીવસે ઠાકોરો નો ત્રાસ વધતાં કંટાળી ને ગત તારીખ ૫/૫/૨૩ ની સાંજ ના પાટણ ગાંધીબાગ ખાતે કાંતિભાઈ પરમારે ઝેરી દવા પી લેતાં અને આ બાબત ની જાણ પરીવાર ના સભ્યો ને થતાં તેઓને પાટણ ની ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જયાં હાલમાં તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે ત્યારે આ બાબતે તેઓના પરિવાર દ્રારા પાટણ બી ડિવિઝન ખાતે ગામના ચાર ઠાકોર ઈસમો ના નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ નાયબ પોલિસ અધિક્ષક એસ એસ ટી સેલ પાટણના કે કે પંડ્યા ચલાવી રહ્યા છે

Related posts

Student: ABVP ભેસાણ દ્વારા વિનય મંદિર સ્કૂલમા શિક્ષકો દ્વારા શીક્ષણમા ભેદભાવ રાખતા આવેદન અપાયું.

samaysandeshnews

ક્રાઇમ: ઓડિશાની શાળાના પટાવાળાએ ધોરણ 3 ની છોકરી પર બળાત્કાર કર્યો, ગુસ્સે થયેલા સ્થાનિકોએ પોલીસ વાહનને આગ લગાવી

cradmin

ટોપ ન્યૂઝ: સાઇન લેંગ્વેજનો આંતરરાષ્ટ્રીય દિવસ 2023: તારીખ, ઇતિહાસ, મહત્વ અને તમારે જે જાણવાની જરૂર છે

cradmin

Leave a Comment

error: Content is protected !!