Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝપાટણશહેર

પાટણ : ત્રિપલ અકસ્માત: સાંતલપુરના લોદરા-બોરૂડા વચ્ચે બે કાર અને બાઈક વચ્ચે ટક્કર, એક યુવકનું ઘટના સ્થળે જ મોત

પાટણ : ત્રિપલ અકસ્માત: સાંતલપુરના લોદરા-બોરૂડા વચ્ચે બે કાર અને બાઈક વચ્ચે ટક્કર, એક યુવકનું ઘટના સ્થળે જ મોત ,બેને ઈજા

સાંતલપુરના લોદરા અને બોરૂડા ગામ વચ્ચે બે કાર અને બાઈક વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર વ્યકિતનું ઘટના સ્થળે જ મોત થયું હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

જ્યારે ગાડીમાં સવાર બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેવામાં આવ્યાં હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી છે.

પાટણ જિલ્લામાં અવાર-નવાર અકસ્માતની ઘટના બનતી રહે છે. ત્યારે જિલ્લામાં સાંતલપુરના લોદરા અને બોરૂડા વચ્ચે સોમવારે બે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જેમાં બાઈક ચાલક પટેલ હમીરભાઈ રહે ચારંડાનું ઘટના સ્થળે મોત થયું હતું. અન્ય બે ઈસમોને ઈજાઓ થતા 108 મારફતે રાધનપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. આ અકસ્માતના પગલે બાઈકનો કૂરચો બોલી ગયો હતો. તેમજ કારમાં પણ નુકસાન પહોંચ્યું છે. વારાહી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તાપસ હાથ ધારી હતી. તેમજ યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે વારાહી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Related posts

આસામ પોલીસે જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરી

samaysandeshnews

ટીમ વાલ્મીકિશિક્ષણ અભિયાન

samaysandeshnews

પાટણ : પાણીની પાઇપ લાઇનમાંથી યુવતીની લાશ મળી

cradmin

Leave a Comment

error: Content is protected !!