Samay Sandesh News
ક્રાઇમગુજરાતટોપ ન્યૂઝભાવનગરશહેર

ભાવનગર : ચોરીનાં મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

ભાવનગર : ચોરીનાં મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ. મહેન્દ્દભાઇ ચૌહાણ તથા સાગરભાઇ જોગદીયાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર, કાળીયાબીડ,ભગવતી સર્કલમાં સીલ્વર બેલ્સ સ્કુલ તરફ જતાં રોડ ઉપર કોમ્પલેકસ પાસે ઉભેલ માણસ આવતાં-જતાં માણસોને મોબાઇલ બતાવી વેચાણ કરવા માટે પુછપરછ કરે છે. જે મોબાઇલ ફોન તેણે કયાંકથી ચોરી કરેલ હોવાની શંકા છે.જે હકિકતવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસના પેન્ટના ખિસ્સામાંથી નીચે મુજબનાં વર્ણનવાળો મોબાઇલ મળી આવેલ.જે મોબાઇલ ફોન તેણ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જે મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ. આ મોબાાઇલ ફોન વિશે પુછપરછ કરતાં આજથી આશરે દોઢેક મહિના પહેલાં અનિલ પરમાર રહે.ભરતનગર,ભાવનગર હાલ-સુરતવાળા પાસેથી રૂ.૩,૦૦૦/- ખરીદ કરેલ હતો. આ મોબાઇલનું બિલ તેણે આપેલ નહિ. આ અનિલ હાલ કયાં છે.તેની કાંઇ ખબર નહિ હોવાનું જણાવેલ. જે અંગે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ ઇસમઃ- પ્રદયુમનસિંહ નટવરસિંહ ગોહિલ ઉ.વ.૪૨ રહે.પ્લોટ નંબર-૩૦૭૪/સી, ગોકુળધામ સોસાયટી, કાળીયાબીડ,ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ- સ્ટીલ ગ્રે કલરનો મોટોરોલા કંપનીનો મોડલ નં.moto g52 તથા IMEI નંબર-3554824 60542393/355482460542401વાળો મોબાઇલ કિ.રૂ.૧૫,૦૦૦/-
શોધી કાઢેલ ગુન્હોઃ- નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૩૦૧૭૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદીયા, ઘનશ્યામભાઇ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા

Related posts

ક્રાઇમ: કડોદરામાં 21 વર્ષીય યુવકના અપહરણ બાદ છુટકારો, પોલીસે ત્રણની ધરપકડ કરી

cradmin

ગુજરાત : કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા ટ્રેકટર સહિત મશીનરીની ખરીદી માટે રાજ્યના ૮૫ હજાર જેટલા ખેડૂતોને રૂ. ૫૬૪ કરોડથી વધુની સહાય મંજૂર

cradmin

સાબરકાંઠા : ખેડબ્રહ્મા શહેરમાં અચાનક વાતાવરણ માં આયો પલટો

cradmin

Leave a Comment

error: Content is protected !!