[ad_1]
પણજીઃ ગોવામાં બીચ પર બે સગીરા સાથે થયેલા કથિત સામૂહિક બળાત્કારના કેસમાં મુખ્યમંત્રી પ્રમોદી સાવંતે રાજ્ય વિધાનસભામાં એક વિવાદિત નિવેદન આપ્યું છે. હવે મુખ્યમંત્રીના આ નિવેદનને લઈ વિપક્ષ ટિકા કરી રહ્યું છે. સાવંતે કથિત રીતે કહ્યું હતું કે, માતા-પિતાને એ આત્મમંથન કરવાની જરૂર છે કે તેમના બાળકો રાતે આટલી મોડી રાત સુધી બીચ પર શું કામ હતા.
સાવંતે સદનમાં એક નોટિસ પર ચર્ચા દરમિયાન બુધવારે કહ્યું, જ્યારે 14 વર્ષના બાળકો આખી રાત બીચ પર રહે છે તો માતા-પિતાએ આત્મમંથન કરવાની જરૂર છે. અમે ફક્ત એટલા માટે સરકાર અને પોલીસ પર જવાબદારી નથી નાંખી શકતા કે બાળકો સાંભળતા નથી.
ગૃહ વિભાગની જવાબદારી સંભાળનાર સાવંતે કહ્યું કે, પોતાના બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી તેમના માતા-પિતાની છે અને તેમણે પોતાના બાળકો, ખાસ કરીને સગીરોને આખી રાત બહાર ન રહેવા દેવા જોઇએ. કોંગ્રેસના ગોવાના પ્રવક્તા અલ્ટોન ડીક્રોસ્ટાએ ગુરુવારે કહ્યું કે, રાજ્યમાં કાયોદ વ્યવસ્થાની સ્થિતિ બગડી ગઈ છે. તેમણે કહ્યું કે, રાતે બહાર ફરતી વખતે અમેરા કેમ ડરવું જોઇએ. ગુનેગારોને જેલમાં હોવું જોઇએ અને કાયદાનું પાલન કરનારા નાગરિકોને બહાર આઝાદીથી ફરવું જોઇએ.
ગોવા ફોરવર્ડ પાર્ટીના ધારાસભ્ય વિજય સરદેસાઇએ કહ્યું કે, આ શરમજનક છે કે મુખ્યમંત્રી આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે. તેમણે કહ્યું, નાગરિકોની સુરક્ષાની જવાબદારી પોલીસ અને રાજ્ય સરકારની છે. જો તેઓ આપણને સુરક્ષા આપી શકતા ન હોય તો તેમને મુખ્યમંત્રી પદ પર રહેવાનો કોઈ હક્ક નથી.
Mehsana : મોબાઇલમાં બ્લાસ્ટ થતાં રૂમમાં લાગી ગઈ આગ ને 17 વર્ષીય છોકરીનો ગયો જીવ
મહેસાણાઃ બહુચરાજી તાલુકાના છેટાસણા ગામે મોબાઈલ વાપરતા લોકો માટે સાવધાનીનો કોલ આપતી ઘટના સામે આવી છે. ચાર્જિંગમાં મોબાઈલ લગાવી કોલ પર વાત કરતાં મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 17 વર્ષ શ્રદ્ધાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
મોબાઈલ વાપરતા લોકો માટે સાવધાનીનો કોલ આપતી ઘટના મહેસાણામાં બની છે. બહુચરાજી તાલુકાના છેટાસણા ગામે 17 વર્ષીય શ્રધ્ધા દેસાઈ પોતાના ઘરના ઉપરના રૂમમાં મોબાઈલ ચાર્જિંગમાં લગાવી મોબાઈલ પર વાત કરી રહી હતી. આ જ સમયે અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થયો અને ત્યાર બાદ યુવતીનું મોત થયું.
આચનક મોબાઈલમાં બ્લાસ્ટ થતાં ઉપરના રૂમમાં આગ લાગવાની ઘટના પણ બની હતી, જેના પગલે યુવતીને ગંભીર ઇજા થતાં યુવતીનું ઘટના સ્થળે મોત થયું હતું. યુવતીનું મોત થતાં પરિવારમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. જોકે, મોબાઈલ ચાર્જિંગમાં લગાવી મોબાઈલ પર વાત કરતાં લોકો માટે આ ખતરાની ઘંટી છે.
[ad_2]
Source link