[ad_1]
Gold Silver Price Today: ગુરુવારે Multi Commodity Exchangeમાં સોના અને ચાંદીનો વાયદો એક સપ્તાહની ઉચ્ચ સપાટીએ પહોંચી ગોય છે. સોનું ગુરુવારે પ્રતિ 10 ગ્રામ 47780 રૂપિયા પર કારોબાર કરી રહ્યું હતુ. આ વિતેલા દિવસની સામે 203 રૂપિયા વધારે હતો. ચાંદીનો ભાવ ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. ગુરુવારે તે 813 રૂપિયાના ઉછાળા સાથે 67203 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી.આ પહેલાના દિવસે ચાંદી (Silver) વાયદો 66390 રૂપિયા પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો. મેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા ટેપરિંગ યોજના માટે સમય મર્યાદાની મંજૂરી ન આપવાને કારણે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત સપ્તાની ઉચ્ચ સપાટીએ પહોંચી ગઈ હતી. તેનાથી એ પણ સંકેત મળી રહ્યા છે કે વ્યાજ દરમાં વધારાના હાલમાં કોઈ સંકેત નથી.વૈશ્વિક બજારમાં પણ તેજીવૈશ્વિક બજારમાં હાજરમાં સોના (Gold)ની કિંમત 1815.56 ડોલર પ્રતિ ઔંસ રહી. એક ઓંસ 28.35 ગ્રામ બરાબર હોય છે. એટલે કે 1 ઓંસ હાજરમાં સોનાની કિંમત અંદાજે 1 લાખ 35 હજાર બરાબર છે. તેવી જ રીતે વૈશ્વિક બજારમાં અમેરિકન સોનાનો વાયદો 1815.30 ડોલર પ્રતિ ઔંસ રહી. નિષ્ણાંતોનું કહેવું છે કે હાજરમાં સોનાની કિંમત વિતેલા દિવસોની તુલનામાં વધી છે.અમેરિકન ફેડરલ બેંક આર્થિક પ્રોત્સાહનને લઈને હજુ સુધી તસવીર સ્પષ્ટ નથી કરી જેના કારણે અમેરિકન ડોલર પર તેની અસર પડી રહી છે. આ પહેલા અમેરિકન એફઓએમસીની બેઠક પહેલા વેપારીઓ અને રોકાણકારો સાવચેત રહેવાથી સોનાની કિંમત પર દબાણ રહ્યું જેથી સોનું 1800 ડોલરની નીચે કારોબાર કરી રહ્યું હતું.મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવનોંધનીય છે કે, લોકો સોનાના ભાવ ઘર બેઠે સરળતાથી જાણી શકે છે. તેના માટે તમારે માત્ર એક નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે અને તમારા ફોન પર મેસેજ આવી જશે, જેમાં તમે લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.
[ad_2]
Source link