Samay Sandesh News
ખેતીવાડીગુજરાતજામનગરટોપ ન્યૂઝ

જામનગર : જામનગરમાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પી.જી.વી.સી.એલ. ના અધિકારીશ્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજી

જામનગર : જામનગરમાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પી.જી.વી.સી.એલ. ના અધિકારીશ્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજી

જામનગર તા. 21 જૂન, જામનગર જિલ્લામાં વીજતંત્રની વર્તમાન પરિસ્થિતિ અને ગ્રામજનોના પ્રશ્નોના ઉકેલ અર્થે રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે દરેડ જી.આઈ.ડી.સી. ખાતે રિવ્યુ બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રીશ્રીએ બિપરજોય વાવાઝોડા બાદની સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ અને ગ્રામજનોના પ્રશ્નો અંગે પૃચ્છા કરી હતી. મંત્રીશ્રીએ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓને લોકપ્રશ્નોના નિવારણ અર્થે તાત્કાલિક પગલાં લેવા માટે કડક સૂચના આપી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

તેમજ મંત્રીશ્રીએ, જે- તે વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોય, વીજ ફીડરો ચાલતા ન હોય, કનેક્શનમાં કાપ હોય, નવા વીજ ફીડરો મુકવામાં ન આવ્યા હોય- તે તમામ વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે ઉદ્યોગકારોને વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા પી. જી. વી. સી. એલ. ના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના સુચારુ આયોજનના પરિણામે જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને પગલે કોઈપણ મોટું નુકસાન થયું નથી. તે અંગે મંત્રીશ્રીએ વીજતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. જે લોકો વીજતંત્રના નિયમોની વિરુદ્ધ જઈને ગેરકાયદે રીતે વીજ કનેક્શન મેળવે છે. તેમને ઝડપવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે ચેકીંગ રાઈડ પણ હાથ ધરવામાં આવશે. તેમજ દરેડ જી. આઈ. ડી. સી. અને આજુબાજુના ગામોમાં વારંવાર સર્જાતા વીજ પાવરના પ્રશ્નોના પગલે નવા ફીડરનું ઈન્સ્ટોલેશન કરવું, રેસિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વીજ પુરવઠો અલગ- અલગ રીતે પૂરો પડવો- આવા તમામ મુદ્દાઓ પર મંત્રીશ્રીએ ગ્રામજનો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

મંત્રીશ્રીનું હોદ્દેદારો દ્વારા શાલ ઓઢાડીને અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉક્ત બેઠકમાં જામનગર પી.જી.વી.સી.એલ. વિભાગમાંથી નાયબ ઈજનેર શ્રી એમ. આર. કાલરીયા, શ્રી એચ. એચ. વરુ, કાર્યપાલક ઈજનેર શ્રી એમ. એમ. રાબડીયા, અધિક્ષક ઈજનેર શ્રી એલ. કે. પરમાર, નાયબ પશુપાલન નિયામક શ્રી ડો. તેજસ શુક્લ તેમજ ચંગા, ચેલા, દરેડ અને આજુબાજુના ગામના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાજકોટ : માનસિક રીતે અસ્વસ્થ વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ

samaysandeshnews

જાણવા જેવું: શું તમે જાણો છો ભારત માં ફૂલ ની કેટલી પ્રજાતિઓ છે ?

cradmin

યુક્રેન માં ગુજરાતના અનેક વિદ્યાર્થી ઓ ફસાયા

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!