જામનગર : જામનગરમાં લાખોટા તળાવની પાળે મનપા અને SLD ના ઉપક્રમે વર્લ્ડ મ્યુઝીક ડે ની ઉજવણી કરાઈ
જામનગર : 22
જામનગરમાં ગઈકાલે સાંજે 7 વાગ્યે, જામનગર મહાનગરપાલિકા અને એસ.એલ.ડી એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે શહેરની મધ્યમાં આવેલ રણમલ તળાવ, ગેટ નં 1 ખાતે. વર્લ્ડ મ્યુઝિક ડેની ઉજવણી મનપાના પદાધિકારીઓ, સંસદ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જામનગરમાં વર્લ્ડ મ્યુઝીક ડે નિમિત્તે જામનગર મહાનગરપાલિકા અને SLD ના સંયુક્ત ઉપક્રમે મ્યુઝિકલ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખ્યાતનામ કલાકારો એ મ્યુઝીકલ પાર્ટી સંગાથે હિન્દી તથા ગુજરાતી ફિલ્મી ગીતો સાથે ઉપસ્થિત સામાજિક રાજકીય આગેવાનો અને શહેરીજનોને મનોરંજન પૂરું પડ્યું હતું, આ તકે મેયર શ્રી બીનાબેન કોઠારી, સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરા, કોર્પોરેટર શ્રી હર્ષાબા જાડેજા ,ગીતાબા ,પ્રવિણાબેન રુપડ્યા ,પ્રભાબેન ગોરેચા, ક્રિષ્નાબેન સોઢા, મુકેશભાઈ માતંગ, પાર્થભાઈ જેઠવા, રાહુલભાઈ ,સહિતના કોર્પોરેટરો તેમજ મનપાના પૂર્વ પદાધિકારીઓ હોદ્દેદારો શહેર સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો બહોળા પ્રમાણમાં નગરજનો એ આ મ્યુઝિકલ કાર્યક્રમ માણ્યો હતો.