Samay Sandesh News
indiaગુજરાતટોપ ન્યૂઝભાવનગરશહેર

ભાવનગર : રૂ.૫૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી ઘરફોડ ચોરી સહિત કુલ-૧૦ ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

ભાવનગર : રૂ.૫૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી ઘરફોડ ચોરી સહિત કુલ-૧૦ ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

તા.૨૩/૦૬/૨૦૨૩નાં રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન પો.હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા વનરાજભાઇ ખુમાણને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, અગાઉ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓમાં પકડાય ગયેલ શાહરૂખ ઉર્ફે બાઠીયો પઠાણ તથા સાજીદ ઉર્ફે ઢડઢડ કુરેશી રહે.બંને મોતીતળાવ, ભાવનગરવાળા મોતીતળાવ, શેરી નં.૬ પાસે રોડ ઉપર ઉભા છે.જે આવતાં-જતાં માણસોને મોબાઇલ બતાવી વેચાણ કરવા માટે પુછપરછ કરે છે. જે મોબાઇલ ફોન તેઓએ કયાંકથી ચોરી કરેલ હોવાની શંકા છે.જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસો પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ. તેઓની પુછપરછ દરમ્યાન તેઓએ નીચે મુજબની ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરેલ.જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી કરવા માટે તેઓ બંનેને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ ઇસમોઃ-
1. શાહરૂખ ઉર્ફે બાઠીયો સલીમભાઇ પઠાણ ઉ.વ.૨૭ ધંધો-મજુરી રહે. શેરી નં.૬, બોરડી પાસે, મોતીતળાવ, ભાવનગર
2. સાજીદ ઉર્ફે ઢડઢડ સલીમભાઇ કુરેશી ઉ.વ.૧૯ રહે.શેરી નં.૬, બોરડી પાસે, મોતીતળાવ,ભાવનગર

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-
1. દુધીયા તથા સીલ્વર કલરનો વીવો કંપનીનો VIVO Y22 IMEI નંબર-860948066222653/ 86094806622 2646વાળો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/-
2. બ્લ્યુ કલરનો વીવો કંપનીનો મોડલ નં.V2027 IMEI નંબર-8667110 54126656/866711054126649વાળો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/-
3. પીળા કલરનું કવર ચડાવેલ ઓપો કંપનીનો પાસવર્ડ નાંખેલ મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૦,૦૦૦/-
4. લીલા કલરનું કવર ચડાવેલ ગોલ્ડન કલરનો વીવો કંપનીનો પાસવર્ડ નાંખેલ મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૦,૦૦૦/-
5. પારદર્શક કવર ચડાવેલ આછા પોપટી કલરનો ઓપો કંપનીનો IMEI નંબર-862835060142136/ 862835060142128વાળો મોબાઇલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૫૦,૦૦૦/- નો મુદ્દામાલ

કબુલાત કરેલ ચોરીઓઃ-

1. આજથી એકાદ વર્ષ પહેલા નં.૧-૨નાંએ કુંભારવાડા, મોતી તળાવ પાસેથી એક પરપ્રાંતીય હિન્દી ભાષીના બંધ મકાનમાંથી વિવો કંપનીના મોબાઈલ ફોનની ચોરી કરેલ તે નં.૧ પાસેથી કબ્જે કરેલ.
2. આજથી એકાદ વર્ષ પહેલા નં.૧-૨ તથા ચમને કુંભારવાડા, મોતી તળાવમાં એક પરપ્રાંતીય હિન્દી ભાષીના બંધ મકાનમાંથી રોકડા રૂ.૨,૦૦૦/- ની ચોરી કરેલ.
3. આજથી ચારેક મહીના પહેલા આંબાચોકમાં નં.૧ તથા અલ્ફાજ ઉર્ફે લંબુ રહે.મોતી તળાવ, ભાવનગર વાળાએ ભેગા મળી એક કપડાની દુકાનમાં ત્રીસ થી પાંત્રીસ જોડી કપડાની ચોરી કરેલ.
4. આજથી એકાદ વર્ષ પહેલા નં.૨ તથા ચમન અને કાર્તીક ઉર્ફે વેટર (મદ્રાસી)એ ભેગા મળી કુંભારવાડા, રેલ્વે પરા, રેલ્વેના ગોડાઉનમાંથી વંડી ટપી એલ્યુમીનીયમના ૨૦-૨૫ બેરીંગની ચોરી કરેલ.
5. આજથી પાંચેક મહીના પહેલા નં.૨ તથા ચમન તથા અનવર ઉર્ફે ઘુઘો ત્રણેય જણાએ ભેગા મળી અમદાવાદથી ભાવનગર આવતા રસ્તામાં ચાંગોદર હાઇ-વે ઉપરની એક હોટલ પાસે આવેલ પંચરવાળાની દુકાનેથી વિવો કંપનીના મોબાઈલની ચોરી કરેલ તે મોબાઈલ નં.૨ પાસેથી કબજે કરેલ.
6. આજથી છએક મહીના પહેલા વી.આઈ.પી.ના ડેલામાંથી નં.૨ તથા નાસીર સલીમભાઈ તથા ચમન તથા સફુ રહે.કુંભારવાડા એ ભેગા મળી એક ડેલામાંથી અશરે વીસેક કિલો તાંબા પિતળના ભંગારની ચોરી કરેલ.
7. આજથી દોઢેક મહીના પહેલા નં.૨ તથા કાર્તીક ઉર્ફે વેટર (મદ્રાસી) તથા નાસીર સલીમભાઈએ ભેગા મળી કુંભારવાડા મોતી તળાવમાંથી એક પરપ્રાંતીય હિન્દી ભાષીના મકાનમાંથી રોકડા રૂ.૨૦,૦૦૦/- ની ચોરી કરેલ.
8. આજથી દોઢેક મહીના પહેલા નં.૨ તથા કાર્તીક ઉર્ફે વેટર (મદ્રાસી) તથા નાસીર સલીમભાઈએ ભેગા મળી કુંભારવાડા મોતી તળાવમાંથી એક પરપ્રાંતીય હિન્દી ભાષીના મકાનમાંથી રોકડા રૂ.૧૨,૦૦૦/- ની ચોરી કરેલ.
9. આજથી દસેક દિવસ પહેલા નં.૨ તથા કાર્તીક ઉર્ફે વેટર (મદ્રાસી) તથા નાસીર સલીમભાઈએ ભેગા મળી કુંભારવાડા મોતી તળાવમાંથી અલગ-અલગ ચાર પરપ્રાંતીય હિન્દી ભાષીના મકાનોમાંથી ચાર મોબાઇલ ફોનની ચોરી કરેલ. તેમાંથી ત્રણ મોબાઇલ ફોન નં.૨ પાસેથી કબજે કરેલ. બાકીનો એક ફોન નાસીર પાસે પડેલ.
10. આજથી પાંચેક મહીના પહેલા નં.૧ તથા ચમનને અતુલે ધનીબેનના ઘરમાં પડી જાવ પૈસા અને દાગીના નીકળશે તેવી વાત કરેલ.જેથી નં.૧-૨, આદિલ ઉર્ફે તપેલી અને ચમને આ ધનીબેનના મકાનમાં રાત્રીના અઢી-ત્રણ વાગ્યે ચોરી કરવા ગયેલ પણ આ ઘરે માણસો જાગી જતા ત્યાંથી જતા રહેલ. પછી બીજા દિવસે બપોરના સમયે ફરી થી ચારેય જણા આ ધનીબેનના ઘરે સળીયાથી તાળુ તોડી ઘરમાંથી સોનાનું બાજુ અને ઘરેણા તથા રોકડા રૂપિયાની ચોરી કરેલ.

પકડાયેલ ઇસમોનો ગુન્હાહિત ઇતિહાસઃ-

શાહરૂખ ઉર્ફે બાઠીયો સલીમભાઇ પઠાણઃ-

1. બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૦૩૯/૨૦૧૫ ઇ.પી.કો.કલમઃ-૪૫૭,૩૮૦ મુજબ
2. બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૦૪૨/૨૦૧૫ ઇ.પી.કો. કલમઃ-૪૫૭,૩૮૦ મુજબ
3. નિલમબાગ પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૦૬૩૬/૨૦૧૫ જી.પી.એ. કલમઃ-૧૨૨ સી મુજબ
4. ગંગાજળીયા પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૦૦૮૬/૨૦૧૫ પ્રોહિ. એકટ કલમઃ-૬૬ (૧) બી, ૮૧(૧-૩) મુજબ
5. બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૦૧૦/૨૦૧૬ ઇ.પી.કો. કલમઃ-૩૨૪, ૩૨૩,૫૦૪,૫૦૬ (૨),૧૧૪ મુજબ
6. નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૦૦૨/૨૦૧૬ ઇ.પી.કો. કલમઃ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ
7. શિહોર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૦૦૮/૨૦૧૭ ઇ.પી.કો. કલમઃ-૪૫૪, ૪૫૭,૩૮૦ મુજબ

8. શિહોર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૦૦૯/૨૦૧૭ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
9. ગંગાજળીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૦૫૯/૨૦૧૭ ઇ.પી.કો. કલમઃ-૪૫૪, ૪૫૭,૩૮૦ મુજબ
10. શિહોર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૦૩૧/૨૦૧૮ ઇ.પી.કો. કલમઃ-૪૫૪, ૪૫૭,૩૮૦ મુજબ
11. નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૯૧/૨૦૧૮ ઇ.પી.કો. કલમઃ-૪૫૪, ૪૫૭,૩૮૦ મુજબ
12. નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૯૩/૨૦૧૮ ઇ.પી.કો. કલમઃ-૪૫૪, ૪૫૭,૩૮૦ મુજબ
13. નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૨૦૨/૨૦૧૮ ઇ.પી.કો. કલમઃ-૪૫૪, ૪૫૭,૩૮૦ મુજબ

સાજીદ ઉર્ફે ઢડઢડ સલીમભાઇ કુરેશીઃ-

1. બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૮૧૯/૨૦૨૧ ઇ.પી.કો. કલમઃ-૩૨૬ વિગેરે મુજબ
2. બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૮૧૭/૨૦૨૨ ઇ.પી.કો. કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
3. બોરતળાવ પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૧૦૭૩/૨૦૨૨ જુ.ધા. કલમઃ-૧૨ મુજબ

શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-

બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૩૦૧૩૬ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૩૮૦ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા તથા સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ, વનરાજભાઇ ખુમાણ, સત્યજીતસિંહ ચુડાસમા, સંજયસિંહ ઝાલા

Related posts

ભલગામડામા શિક્ષકોની ટુર્નામેન્ટમાં નવ ટીમોએ બે દિવસો સુધી ધુંઆધાર બેટિંગ

samaysandeshnews

ક્રાઇમ: છોકરીએ 3 મહિના સુધી બળાત્કાર ગુજારતા પિતાને ગોળી મારી હત્યા

cradmin

ભાવનગર : ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ રૂ.૧ કરોડ ૧૦ લાખની…

cradmin

Leave a Comment

error: Content is protected !!