Samay Sandesh News
ગુજરાતજુનાગઢટોપ ન્યૂઝશહેર

જામનગર એરફોર્સનું દિલધડક રેસ્ક્યૂ : જૂનાગઢમાં ધોધમાર વરસાદના પરિણામે પૂરમાં ફસાયેલા બે ખેતમજૂરોને એરલીફ્ટ કરાયા

જૂનાગઢ : જામનગર એરફોર્સનું દિલધડક રેસ્ક્યૂ : જૂનાગઢમાં ધોધમાર વરસાદના પરિણામે પૂરમાં ફસાયેલા બે ખેતમજૂરોને એરલીફ્ટ કરાયા

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

કેશોદ તાલુકાના સુતરેજ ગામે ફસાયેલા લોકોને જામનગરથી માત્ર એક કલાકમાં મદદ મળતા નવજીવન મળ્યું

સરકાર તેમજ જામનગર અને જુનાગઢ જીલ્લા વહીવટી તંત્રની મહેનત થકી અમારો જીવ બચ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર : સાંગાભાઈ (પૂરમાં ફસાયેલા ખેત મજૂર

છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અનેક નદી નાળાઓ છલકાયાં છે.ગત તા.1 જુલાઇના રોજ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સુતરેજ ગામે ભારે વરસાદના પરિણામે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી.તે દરમિયાન એક ખેતરમાં પાણી ઘૂસી જતાં ખેતમજૂરી કરતાં બે લોકો સામળા સાંગાભાઈ (ઉ.વ.30) અને માવદિયા પોલાભાઈ (ઉ. વ.50) પાણીના પ્રવાહમાં ફસાયા હતા. અને ખેતરમાંથી બહાર નીકળવાની કોશિસ કરતાં તેઓ પાણીના પ્રવાહમાં તણાયા હતા.બાદમાં તેઓએ ગામના સરપંચને મદદ માટે ફોન કર્યો હતો.પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાના લીધે તેઓને બહાર કાઢવા મુશ્કેલ હોય જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગર જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરી હેલિકોપ્ટરની મદદ માંગતા જામનગર એરફોર્સના જવાનોએ તાત્કાલિક સુતરેજ ગામે પહોંચીને બંને યુવકોને એરલીફ્ટ કર્યા હતા.બાદમાં જામનગર સલામત રીતે પહોંચાડવામાં આવ્યા હતા.કલેકટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જામનગરથી બંનેને સલામત રીતે ગતરાત્રિના રોજ પોતાના ઘરે પરત મોકલવામાં આવ્યા છે.

પાણીના પ્રવાહમાં ફસાયેલા સામળા સાંગાભાઈએ જણાવ્યું હતું કે, તા.30 જૂનના રોજ રાત્રિ દરમિયાન તેઓ ખેતરે હતા તે દરમિયાન વરસાદના પરિણામે પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા.અને સવારે તેઓએ ખેતરમાંથી બહાર નીકળવાની કોશિસ કરી ત્યારે તેઓ પાણીમાં તણાયા બાદમાં થાંભલો વચ્ચે આવતા પકડી લીધો અને ગામના સરપંચશ્રીને મદદ માટે ફોન કર્યો.બાદમાં એનડીઆરએફની ટીમ દ્વારા બહાર લાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ બોટ પહોંચી નહિ.માટે જામનગર એરફોર્સથી હેકોપ્ટર આવ્યું અને અમને એરલીફ્ટ કરી જામનગર કલેકટર ઓફિસ સલામત રીતે પહોંચાડવામાં આવ્યા છે.અહી અમને ભોજન કરાવ્યું છે. વાહનની વ્યવસ્થા કરી આપી છે.અને અમને સલામત રીતે અમારા ઘર સુધી પહોંચડવામાં આવશે. માત્ર એક કલાકની અંદર મદદ મળતા અમારો જીવ બચી ગયો છે.તે બદલ હું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર,સરપંચ,આગેવાનો તેમજ જામનગર જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું.

Related posts

રાજ્ય તકેદારી કમિશ્નર શ્રીમતી સંગીતા સિંઘે પાટણ ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

samaysandeshnews

જામનગર: ગુજરાત ગૌરવ દિવસની ગૌરવમયી ઉજવણીને આપાઈ રહેલો આખરી ઓપ

cradmin

જેતપુર શહેર તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ હોદ્દેદારોની વરણી કરવામાં આવી..

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!