Samay Sandesh News
Sportsગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : જામનગરના યુવાને વિદેશની ધરતી પર પોતાની તાકાત બતાવી

જામનગર : જામનગરના યુવાને વિદેશની ધરતી પર પોતાની તાકાત બતાવી

કુસ્તીબાજીમાં એક સાથે ત્રણ મેડલ મેળવીને દેશને ગૌરવ અપાવ્યુ

મીરાજ નાકરાણીએ વેસ્ટન ઓસ્ટ્રેલિયામાં ગ્રીકો-રોમન કુસ્તી શૈલીમાં ત્યાંની રાજય કક્ષાની સ્પર્ધામાં ત્રણ અલગ-અલગ મેડલ મેળવ્યા

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

મુળ જામનગરના વતની 24 વર્ષીય મિરાજ હિતેશ નકારાણીએ કુસ્તીમાં પ્રથમ વખત મેદાનમાં હાથ અજમાવ્યો અને સાથે ત્રણ મેડલ મેળવીને વિદેશની જમીન પર ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્યુ.

પ્રથમ વખત જ કુસ્તી લડતા મુળ જામનગરના મિરાજ નાકરાણીએ એકસાથે ત્રણ-ત્રણ મેડલ જીત્યા છે. ટેક ડાઉન ડિસિપ્લિનમાં બ્રોન્ઝ મેડલ, ફ્રી સ્ટાઈલમાં બ્રોન્ઝ મેડલ અને ગ્રીકો-રોમન સ્ટાઈલમાં તેણે સિલ્વર મેડલ મેળવ્યો છે. તેણે ઓસેનિયા અને ન્યુઝીલેન્ડની રાષ્ટ્રીય ચેમ્પિયન ફોર પોઈન્ટ મૂવ ટી.જે.પિકરિંગને સ્પર્ધામાં પછાડી પોતાની બહાદુરી દેખાડી જીત મેળવી છે. તેની આ જીત બદલ ત્યાંના અનુભવી કોચ Jadranko Adrian Tesanovic એ ભારતના આ સપુતની આ પ્રતિભાને બિરદાવી પ્રથમ વખતની સ્પર્ધામાં નેશનલ ચેમ્પીયનને પછાડીને વિજેતા થવા બદલ ખુશી વ્યકત કરી છે.

મુળ ગુજરાતી યુવા મિરાજ વિશે તેણે જણાવ્યુ કે નવી પ્રતિભાઓને શોધવામાં મારી વર્તમાન રાષ્ટ્રીય કોચની ભૂમિકા દ્વારા હું સતત આગળ કામ કરું છું. ટોચના એથ્લેટ્સ અને રોલ મોડલ્સનો વિકાસ જેમ કે તાજેતરમાં ભારતના મિરાજ નાકરાણી પર અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં તેણે શ્રેષ્ઠ દેખાવ કર્યો.

મિરાજ હિતેશ નાકરાણી મુળ ગુજરાતના જામનગરનો વતની છે. મિરાજના પિતા માહિતી વિભાગ દ્રારકામાં ફરજ બજાવતા હતા જેઓ હાલ નિવૃત છે.જ્યારે તેના માતા હાલ જામનગરમાં શિક્ષિકા તરીકે સેવારત છે.મીરાજ ધોરણ-12ના અભ્યાસ બાદ ઓસ્ટ્રેલીયામાં સ્ટુન્ડન્ટ વિઝા પર 18 વર્ષની ઉમરે ફિલ્મ લાઈનના કોર્ષ માટે ગયો હતો. બાદ હાલ છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ કન્સલટન્સી ચાલવે છે. સાથે કુસ્તીનો શોખ હોવાથી ગ્રીકો – રોમન કુસ્તીમાં ચાર માસની તાલીમમાં તે સહભાગી બન્યો હતો. જેમાંથી માત્ર 20 જેટલા સેશનમાં હાજર રહ્યો અને બાદ સ્પર્ધામાં પ્રથમ વખતમાં ત્રણ મેડલ મેળવીને ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યુ.

બહુમુખી પ્રતિભા ધરાવતાં મિરાજ નાકરાણીએ 2020માં બેસ્ટ સ્ટાઈલીસ મોડલનો ખિતાબ પણ જીત્યો હતો. અને સાથે મોડલીંગમાં કેટ-વોક કરીને સેકન્ડ રનર્સઅપનુ સ્થાન મેળવ્યુ હતુ. મોડલીંગ, ફિલ્મ લાઈન તેમજ પહેલવાની ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરવાની સાથે મીરાજે વિદેશની ધરતી પર ભારતનું ગૌરવ વધાર્યું છે.

Related posts

નવસારી: NUDAનો ડીપી પ્લાન હજુ નથી થયો મંજૂર, ડિસેમ્બરમાં ડીપી પ્લાન મામલે કરાઇ હતી જાહેરાત

cradmin

Crime: કડોદરા ચાર રસ્તા પરથી રિક્ષામાં વિદેશી દારૂ લઈ જતી મહિલા બુટલેગર સહિત ત્રણની અટકાયત

samaysandeshnews

ફટાફટઃસોખડાના હરિપ્રસાદ સ્વામીજીના આજે અંતિમ સંસ્કાર, જુઓ મહત્વના સમાચાર

cradmin

Leave a Comment

error: Content is protected !!